પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-12-2016, સુરત
આજે સ્વામીશ્રી જ્યારે ‘શ્રીસ્વામિનારાયણ મહાયાગ’ના દ્વિતીય ચરણમાં જઈ રહ્યા હતા ત્યારે ભદ્રેશદાસ સ્વામીએ તેઓને પૂછ્યું : ‘આપે ક્યારેય કીર્તન કે શ્લોક એવું કાંઈ લખેલું ?’
‘હા, બાપા વિષે. પણ બીજાના નામે. કારણ કે મારા નામે આપું તો પહેલો નંબર આપી દે.’ સ્વામીશ્રીએ જણાવ્યું.
આમ, પ્રથમથી જ બીજાને આગળ વધારવાનું તાન. મત્સરમુક્ત અંતઃકરણ વિના આવું શેં સંભવે !
પણ તેઓના આ ઉત્તર પરથી ખ્યાલ આવ્યો કે સ્વામીશ્રી કોઈ સ્પર્ધાની વાત કરી રહ્યા છે. તેથી સંતોએ પૂછ્યું : ‘આપને એ કીર્તનના શબ્દો યાદ છે ?’
‘આપ છાના રહ્યા, કોઈને સમજાયા નહીં... એવું કંઈક છે !’
‘સ્પર્ધામાં આપનો નંબર આવ્યો’તો ?’
‘હા, ત્રીજો.’
‘લગભગ કેટલાં વર્ષ પહેલાંની આ વાત છે ?’
‘વીસેક વર્ષ પહેલાંની.’
આમ, અતીતની આ વાતો સ્વામીશ્રીની કાવ્યકળાની ગવાહી પૂરી રહી.
Vachanamrut Gems
Loyã-1:
Characteristics of Complete Satsang
Thereafter, Muktãnand Swãmi asked, "Who can be said to have developed complete satsang?"
Shriji Mahãrãj replied, "First of all, such a person has extremely firmly realised his self to be the ãtmã. Also, he believes his ãtmã to be absolutely detached from the body, the indriyas and the antahkaran; he does not believe the actions of the body, indriyas, etc., to be his own. Despite this, he does not permit even a slight lapse in the observance of the five religious vows. Moreover, even though he himself behaves as brahmarup, he does not abandon his feeling of servitude towards Purushottam Bhagwãn; he staunchly worships God while maintaining a master-servant relationship with Him... With such realisation of God's greatness, he devoutly engages in listening to the talks of God and in the other forms of bhakti. He also serves God's devotees menially. When a person behaves in this manner, his satsang can be said to be complete."
[Loyã-1]