પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૯૪
ગોંડલ, તા. ૨૮-૧૧-૧૯૬૯
આજે પ્રવચનમાં યોગીજી મહારાજે વાત કરી કે 'જે જાય જૂનેગઢ રે, તેને લાગી જાયે હરિની રઢ રે.' તેવું હવે અહીં છે. 'જે જાશે ગોંડલ રે, તેને લાગશે હરિની રઢ રે...' આગ્રામાં કબર છે ત્યાં સૌ જોવા જાય છે, પણ અક્ષરદેરીનાં દર્શન કરવા આવતા નથી... આ રસ્તેથી જે પસાર થશે. ભલે અંદર દર્શન કરવા નહિ આવે તો એનો પણ મોક્ષ થઈ જશે. અહીં પા કલાક આવશે તોપણ મોક્ષ થઈ જશે.'
એમ અક્ષરદેરીના મહિમાની અને સંતના સંબંધની ઘણી વાત કરી.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-47:
Considering the Virtues of the Sadhu who Speaks Harshly
“… Furthermore, one should consider the virtues of the sãdhu who speaks to one harshly and should not think ill of him…”
[Gadhadã II-47]