પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૯૩
ગોંડલ, તા. ૨૫-૧૧-૧૯૬૯
યોગીજી મહારાજને પગે કળતર થતું હોવાથી રોજ સવારે અથવા સાંજે પગે માલિશ કરતા. એ વખતે સ્વામીશ્રી ઘણી જૂની જૂની વાતો કરે. આજે કહે, 'શાસ્ત્રીજી મહારાજને અહીંનું બહુ મમત્વ. એકવાર મેં કાગળ લખ્યો કે અહીં ધોતિયાં નથી. તે બોચાસણથી પચાસ ધોતિયાં કોથળો ભરીને મોકલી આપ્યાં... અહીં પોતે જાતે ખાતર ઉપાડતા. માથે છોગલું બાંધે. (ભગવો કકડો માથે વીંટાળે તે એક છેડો છોગલાની જેમ લટકતો હોય) ને ખાતરના ટોપલા નાંખે. ને બીજા સાધુઓ પાસે પણ કપાસવાળા ખેતરમાં ઢગલી કરાવે. અહીં મહાપૂજા મોકલે. પોતે ગામડે ફરે ને મહાપૂજાઓ અહીં મોકલે ને પોતે આવે ત્યારે સાથે લેતા આવે.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-33:
I Have Never Harboured an Improper Thought
“… In fact, I swear by the lives of these paramhansas that from the day I was born to this very day, I have never harboured an improper thought regarding women or wealth, either in the waking state or in the dream state…”
[Gadhadã II-33]