પ્રેરણા પરિમલ
ઠાકોરજીમાં સાક્ષાત્ભાવ
પ્રમુખસ્વામી મહારાજ જ્યાં હોય ત્યાં, એમની સાથે એમના હરિકૃષ્ણ મહારાજ હોય જ. હરિકૃષ્ણ મહારાજ એટલે ભગવાનની નાની શી ચલમૂર્તિ, પરંતુ સ્વામીશ્રીને મન તે મૂર્તિ, મૂર્તિ નહીં એક જીવંત અસ્તિત્વ છે.
સને ૧૯૮૧માં ભરૂચ જિલ્લાના સ્વામીશ્રીના વિચરણ દરમ્યાન રોજ ધૂળિયા રસ્તે ધૂળ ઊડે, થાક લાગે. જ્યાં મુકામ હોય ત્યાં સાથે ફરનાર સંતો હાથપગ ધોઈ સ્વસ્થ થાય. સ્વામીશ્રી કહે : 'આપણને જેમ ધૂળ ઊડે છે, એમ આપણી સાથે ઠાકોરજી છે, તેમને પણ ધૂળ ઊડી હોય, મુસાફરીનો થાક લાગ્યો હોય. માટે તેમને પણ બપોરે અને સાંજે જમાડતાં પહેલાં સ્નાન કરાવવું.'
તો કેદારનાથની યાત્રાથી પરત આવેલા સૌને માટે થાક ઉતારવાનું એક જ સ્થળ હતું : ગૌરીકુંડ, જ્યાં કુદરતી ગરમ પાણીના કુંડ હતા. સ્વામીશ્રી પણ યાત્રામાંથી પરત આવીને ત્યાં સ્નાન કરવા પધાર્યા. સ્વામીશ્રી કહે, 'પહેલાં હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવીએ, એમને થાક લાગ્યો હશે.'
કુંડનું પાણી ખૂબ ગરમ હતું, તેથી સ્વામીશ્રીએ ખાસ ઠંડું પાણી મંગાવ્યું અને બે પાણીનું મિશ્રણ કરીને પાણી સહ્ય બને તેટલું ગરમ રાખ્યું અને ખૂબ પ્રેમથી ઠાકોરજીને નવરાવવા લાગ્યા. એક એક અંગ ચોળીને નવરાવતા સ્વામીશ્રીની ઠાકોરજી પ્રત્યેની ભક્તિનાં દર્શન જેણે કર્યાં હશે, એણે અનુભવ્યું હશે કે દસ-પંદર મિનિટ સુધી પુરુષસૂક્તના મંત્રો સાથેની એ સ્નાનવિધિમાં ઠાકોરજી પ્રત્યેનો કેટલો અદ્ભુત સાક્ષાત્ભાવ હતો !
Vachanamrut Gems
Gadhadã II-13:
Rebuking for the Benefit of Others
“One who has realised this fact harbours only pure intentions. Just see, I have absolutely no selfish expectations from My paramhansas and satsangis. The only reason I may call someone, rebuke someone or send someone away is that if by any means one realises this fact, it will be very beneficial to them. So, all of you should firmly imbibe this discourse.”
[Gadhadã II-13]