પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 5-7-2010, દિલ્હી
‘ભારતીય જનતા પાર્ટી’ના રાષ્ટ્રીય પ્રવક્તા અને આજે જ રાજ્યસભાના સભ્ય બનેલા તરુણ વિજયજી સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. સ્વામીશ્રીએ હાર પહેરાવીને તેઓને આશીર્વાદ આપ્યા.
તરુણ વિજયજી ગુજરાતી પણ સારું જાણે છે. તેઓ કહે : ‘આજે રાજ્યસભાના સદસ્યનો કાર્યભાર શરૂ થાય છે. તમારા આશીર્વાદ, કૃપા અને સ્નેહ છે જ, એટલે આ બન્યું છે. હું ફક્ત બેમાં જ માનું છું - એક, મારી માતામાં અને બીજા, પ્રમુખસ્વામી મહારાજમાં. હું માનું છું કે આ બધું જ ડિવાઈન પ્લાનિંગ છે કે મેં આજથી રાજ્યસભાનું કાર્ય શરૂ કર્યું ને આજે જ આપનાં દર્શન થયાં. ભગવાનની આ યોજના સમજું છું. આપનાં માર્ગદર્શનમાં રાષ્ટ્રની સેવા કરવા માગું છું. ધર્મ અને રાષ્ટ્રની સેવા કરી શકું એવા આશીર્વાદ આપો અને આ ક્ષેત્રમાં મારી બુદ્ધિ ભ્રષ્ટ ન થાય એવી પ્રાર્થના છે.’
સ્વામીશ્રી કહે : ‘તમારા ઉપર ભગવાનની કૃપા છે જ.’
ખૂબ ભાવવિભોર થઈ તરુણ વિજયજી કહે : ‘આપ એવા આશીર્વાદ આપો કે મને પૈસાની કોઈ લાલચ ન થાય, કેમ કે આ ક્ષેત્ર બહુ ગંદું છે.’
તેઓની આ પ્રાર્થનાથી પ્રસન્ન થતાં સ્વામીશ્રી કહે : ‘वो बड़ी बात है। साधु जैसा जीवन है।’
વાતવાતમાં સ્વામીશ્રીએ એક સૂત્ર આપતાં કહ્યું : ‘આવેશ અને ક્રોધ કમજોરીની નિશાની છે. એનાથી ક્યારેય સફળતા મળતી નથી.’
છેલ્લે સ્વામીશ્રીએ તેઓને માળા આપી અને રોજ ફેરવવા જણાવ્યું.
Vachanamrut Gems
Gadhadã II-23:
The Heat and Frost of the Mind
“… I also observed that the nature of the mind is like the heat of summer and the frost of winter. Just as a person can die from heat or frost, similarly, when the mind travels towards the vishays via the indriyas, if those vishays are full of miseries, the mind becomes ‘hot’ like the heat of summer; and if those vishays are pleasurable, then the mind becomes ‘cold’ like the frost of winter. Specifically, when the mind, having indulged in those vishays which are full of misery and having become ‘hot’ like the scorching winds of summer heat, enters a person’s heart, it makes the person extremely miserable and forces him to fall from the path of liberation. Such a person should be known to have died from the effects of heat. When the mind, having indulged in the pleasures of those vishays that are full of happiness and having become ‘cold’ like frost, enters a person’s heart, it makes that person complacent, thus causing him to fall from the path of liberation. He should be known to have died due to frost.”
[Gadhadã II-23]