પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૯૨
ગોંડલ, તા. ૨૩-૧૧-૧૯૬૯
યોગીજી મહારાજ માંદગીને બિછાને પણ મંદિરની નાની-મોટી પ્રવૃત્તિ અંગે બહુ કાળજી લેતા. દરેક સંત તથા યુવકને એ માટે સૂચના આપતા રહે. રોજ રાત્રે સૂતાં પહેલાં, રાજકોટના ચુનીભાઈ ચતુર્વેદી પાસે રિપોર્ટ લે. તેઓ સ્વામીશ્રી પોઢવા જાય એ પહેલાં અચૂક આવી જાય અને સમાચાર આપે, 'બધાંને સારી રીતે પીરસાઈ ગયું, બધાંને જમાડાઈ ગયું, બધું વધેલું ઢંકાઈ ગયું, વાસણ ઊટકાઈ ગયાં, મુકાઈ ગયાં, બધે તાળાં મારી દીધાં... વગેરે' આખા દિવસનાં અનેક સોંપાયેલાં કાર્યો પૈકી રસોડાનું આ છેલ્લું બુલેટીન સાંભળ્યા પછી સ્વામીશ્રી રાજી થાય ને કહે, 'હાં બસ...' એમ પ્રસન્નતા બતાવે. મંદિરમાં હજારો હરિભક્તો આવે, એ સૌની સગવડ સારી રીતે સચવાય, બધા મહેમાનો રાજી થાય, સાથે મંદિરની તમામ કાર્યવાહી પણ પદ્ધતિસર નિયમિત થતી રહે, એ અંગે સ્વામીશ્રી બહુ ખટકો રાખતા-રખાવતા.
અન્નકૂટની તૈયારી ચાલતી હોય ત્યારે પણ ખૂબ કાળજી રખાવે. ઘીના ડબ્બામાંથી ઘી લેવાઈ ગયું હોય પછી પણ એને ફરી ગરમ કરાવી, ઘી એકઠું કરાવે. એવી રીતે તેલ પણ. અન્નકૂટનાં વાસણોમાં પણ ચોંટી રહેલું ઘી-ચાસણી વગેરે એકઠું કરાવે. એક ટીપું પણ વેડફાવા ન દે. એવી જ રીતે શાક સુધારવામાં પણ સુઘડતા અને ચોકસાઈ રખાવે. મંદિરની ચીજવસ્તુઓ ઠાકોરજીની ગણાય. એ જરા સરખી પણ બગડે તો ઠાકોરજીનો ગુનો ગણાય. સ્વામીશ્રી એમ કેમ થવા દે ?
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-11:
Which Type of Devotee Should One Keep the Company of?
“Now, one devotee is such that he does not perceive faults in God and His Bhakta, but his vairãgya and dharma are somewhat moderate. On the other hand, another devotee has intense vairãgya and dharma, but does not have an understanding like that of Sitã. Of these two types of devotees, which type should one lovingly keep the company of?” Chaitanyãnand Swãmi replied, “One should only keep the company – with intense love – of one who has an understanding like Jãnkiji, even though that person’s dharma and vairãgya may be moderate. One should not keep the company of one who, despite having intense vairãgya and dharma, perceives faults in God and His Bhakta.” Hearing this, Shriji Mahãrãj said, “The answer is correct.”
[Gadhadã III-11]