પ્રેરણા પરિમલ
'...માટે વ્યસન મૂકી જ દેજે'
તા. ૩૦-૫-૨૦૦૫, ભાવનગર
ભાવનગર વિસ્તારમાં મોટા ભાગે હીરાનો જ ઉદ્યોગ છે અને આ હીરા-ઉદ્યોગની આડઅસરરૂપે ઘણાને વ્યસનો ઘૂસેલાં છે. આજે પણ ઘણાને સ્વામીશ્રીએ વ્યસનો મુકાવ્યાં. ચાર યુવકો એક સાથે વ્યસન મૂકવા માટે આવ્યા હતા. સ્વામીશ્રીએ બળથી તેઓને પ્રોત્સાહન આપ્યું. છેલ્લે કહ્યું કે 'બધાયે નક્કી કરવું કે લાખ રૂપિયા આપે તોય આ ઝેર પીવું નથી. મિત્ર કહે કે મન કહે, તો પણ હવે વ્યસન કરવું નથી.'
એ દરમ્યાન એક ભાઈ આવ્યા. મિત્રના દબાણથી એમણે દારૂ પીધો હતો. સ્વામીશ્રી કહે, 'આવા દબાણ કરનારા મિત્રો એ મિત્રો નથી, પણ દુશ્મન છે. સંત જ સાચા મિત્ર છે અને એ જ સાચી વાત તમને કરે છે. માટે એ કહે એમ કરજો. મિત્ર તો ઘણા આવશે કે આવું કહેનારા ઘણા સાધુ-બાવા મળે, આપણે કંઈ એમ માની ન લેવાય. એમ કહેનારા મળે, પણ આપણે ધીરજ રાખીને ડગવું નહિ. બીજાને છોડાવવાનું રાખશો તો તમને બળ મળશે.'
એક વ્યસની યુવાનને થોડા આક્રોશ સાથે સ્વામીશ્રી કહે, 'ખબર નથી પડતી તને ? આમાં કેટલું હેરાન થવાય છે ? શરીરે કરીને, મને કરીને ઘણી રીતે નુકસાન જ થતું હોય છે. માટે વ્યસન મૂકી જ દેજે.' સ્વામીશ્રીએ ઘણી વાતો કરી, પરંતુ પેલા યુવાને પ્રતિસાદ ન આપ્યો એટલે સામેથી સ્વામીશ્રી કહે, 'હું તો આટલું આટલું કહું છું પણ તું તો બોલતો જ નથી ! તારા પૈસા બચશે એ કંઈ અમારે નથી જોઈતા. તું તારા બાળકોને દૂધ પીવડાવજે. ઘર માટે કંઈ ખરીદી કરજે, પણ દારૂ તો મૂક જ. ખરા મનથી કહે કે નહિ લઉં.'
પેલા યુવાને કહ્યું, 'નહીં જ લઉં.'
Vachanamrut Gems
Panchãlã-2:
God is One and Unparalleled
"Also, one should understand, 'God is one and unparalleled, while others such as Prakruti-Purush, etc., are His devotees and meditate on Him.' That is why they are referred to as forms of God. Just as a great sãdhu who meditates on God is known as a form of God, in the same way Prakruti-Purush, etc., are also forms of God…"
[Panchãlã-2]