પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૯૧
ગોંડલ, તા. ૨૦-૧૧-૧૯૬૯
આજે પ્રબોધિની એકાદશી હતી. પૂજા પછી યોગીજી મહારાજે સૌને પ્રસાદ વહેંચવાની ના પાડી. પોતે આરતીમાં પધાર્યા. થોડીવાર હતી એટલે બારીના ગોખમાં બેઠા ને કહે, 'આ એકાદશીએ અમદાવાદ હોઈએ. સવારે નીકળી જઈએ, તે મંદિરે (કાળુપુર) દર્શન કરી, મિસ્ત્રીને મેડે સભા થાય ને પછી આંબલીવાળી પોળ ને બધે પધરામણીએ જઈએ. શાસ્ત્રીજી મહારાજ મિસ્ત્રીને મેડે પધારતા ને સભા કરતા. શાસ્ત્રીજી મહારાજના વખતથી સભા થાય છે.'
'આપ સાથે હો ?' નિરંજન સ્વામીએ પૂછ્યું.
'દીકરો તો સાથે હોય જ ને !' એમ કેફમાં બોલ્યા.
પછી આરતી કરી, દર્શન કરી, રસ્તામાં જે મળે તે બધાંને કહે, 'આજે ઉપવાસ કરવાનો.' નીચે આવતાં દેરી આગળ નડિયાદ મંડળ મળ્યું. તેમને નિર્જળ ઉપવાસ કરવાનું કહ્યું. દેરીમાં મોટી ઉંમરના જૂના હરિભક્ત હીરજીભાઈને નિર્જળ ઉપવાસ કરવાનું કહ્યું. પછી બહાર નીકળી આૅફિસ આગળ એક વૃદ્ધ પટેલ હતા ગોપાળભાઈને ઉપવાસ કરવાનું કહ્યું. ત્રિભુવન માસ્તરને કહ્યું. એ કહે, 'મેં જિંદગીમાં કર્યો નથી.'
'કો' કરીશ,' સ્વામીશ્રીએ આગ્રહ કર્યો. સભામંડપનાં પગથિયાં ચઢતાં મિસ્ત્રીના નાના દીકરા જયંતીને પણ ઉપવાસની યાદ આપીને 'ચાલો આરામમાં,' કહી આરામમાં પધાર્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-17:
How can One who Still Indulges in the Panchvishays be said to have Conquered his Indriyas?
Thereupon Shriji Mahãrãj said, “Even one who has attained nirvikalp samãdhi indulges in the panchvishays through the indriyas just like everyone else; so how can he be said to have conquered his indriyas?” Muktãnand Swãmi made many attempts to answer the question, but he was unable to give a satisfactory solution.
Then Shriji Maharaj said, "The answer is that he realizes that their is only misery in the panchvishays, i.e. sounds, touch etc. He also realizes that there are only redemptive attributes in the form of God. He even realizes that by indulging in worldly vishays, the jiva is condemned to the pits of narak, where he is condemned to suffer terrible miseries. Having realized this, he develops an intense aversion and a sense of enmity towards the panchvishays. There is no way one will harbor affection towards something with which one has such enmity. One who realizes this, and then develops an extreme aversion in his mind towards the panchvishays can be said to have conquered his indriyas. Subsequenly, he spends the rest of his life offering bhakti to God in the form of listening to talks of God, singing devotional songs, etc. But, unlike a non-believer, he does not become attached to the panchvishays. Such a person is known to have conquered the panchvishays."
[Vartãl-17]