પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-11-2016, તીથલ
આજે બપોરે ભોજન દરમ્યાન થઈ રહેલા વાર્તાલાપ આત્મસ્વરૂપદાસ સ્વામીએ પૂછ્યું : ‘સ્વામી ! આપે ક્યારેય કીર્તન ગાયું છે ?’
‘હા, ‘સ્વામીશ્રી તો મહાપ્રતાપી...’ યોગીબાપાની આજ્ઞાથી ગાયેલું. બે વખત આજ્ઞા કરેલી, તેમાં એક વખત આ ગાયેલું ને બીજી વખત ‘સાંભળ બેની હરિ રીઝ્યાની રીતડી...’ ગાયેલું.’ આટલું કહી ઉમેર્યું : ‘કીર્તનો ગમે બહુ, પણ ગાયા નહીં.’
આ સમયે સંતોએ પૂછ્યું : ‘યોગીબાપાનાં હેત ન ભુલાય એવા આપના કોઈ પ્રસંગ છે ?’
તેના ઉત્તરમાં સ્વામીશ્રીએ જણાવ્યું કે “યોગીબાપા વીરમગામથી મુંબઈ જતા હતા. રાતના પોણા દસ વાગ્યે આણંદ સ્ટેશને ટ્રેન આવી. પચ્ચીસેક ભક્તો હતા. બધા યોગીબાપાને મળવા ગયા, પણ હું શરમાતો’તો એટલે ટેકો દઈને દૂર ઊભો’તો. કોઈકે બાપાને કહ્યું : ‘વિનુ ભગત ત્યાં છે.’ (એટલે) બાપા ઊભા થયા ને ઊતરીને મારી પાસે આવ્યા ને ધબ્બા માર્યા. પછી એક મહિના સુધી રોજ ત્યાં જતો અને સ્મૃતિ કરતો.”
વળી, બીજા પ્રસંગની વાત કરતાં કહ્યું : “યોગીબાપાને (ખુરશીમાંથી) ઉપાડવાનો લાભ બહુ મળતો. (ઊભા કરતી વખતે) બાપા બે હાથ પર ટીંગાઈ જાય.”
આમ, સ્વામીશ્રીએ અવિસ્મરણીય સ્નેહના પ્રસંગો કહી સૌને સ્મૃતિ-સુખથી તરબોળ કરી મૂક્યા.
Vachanamrut Gems
Loyã-1:
Atonement for Perceiving Flaws in a Devotee of God
Then Bhagwadãnand Swãmi asked, "If one has perceived flaws in a devotee, is there any method to atone for it, or not?"
Shriji Mahãrãj replied, "There is a remedy, but it is extremely difficult; one who has intense shraddhã can do it. When flaws are perceived in the Sant, one should think, 'I have committed a grave sin by perceiving flaws in a brahmaswarup Bhakta of God.' From such thoughts, he would feel intense regret in his heart. As a result of such regret, while eating, he would be unable to distinguish between tasty and tasteless foods, and at night he would be unable to sleep. As long as the aversion towards the Sant is not removed from the person's heart, he would experience extreme remorse, just like a fish would suffer without water."
[Loyã-1]