પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-11-2016, મહેળાવ
આજે મધ્યખંડમાં ઠાકોરજીને પીતાંબર પહેરાવ્યાં હતાં. વક્ષ :સ્થળ પર હીરાજડિત શણગાર કરવામાં આવ્યા હતા. તેથી દર્શન સુંદર થતાં હતાં. પણ સ્વામીશ્રીની દૃષ્ટિ ભક્તિમાંથી ઝબકોળાઈ આવે છે. તેથી તેઓએ તરત પૂજારી સંતને કહ્યું : ‘અત્યારે શિયાળો છે. માટે આવા વાઘા ન રાખવા. ઠાકોરજીને ઠંડી લાગે. અત્યારે તો બંધ વાઘા (સુરવાળ-પાયજામા વગેરે) પહેરાવવા.’
આટલું કહી તેઓએ શણગાર આરતી ઉતારી. ત્યારબાદ પુનઃ ત્રણેય ખંડોમાં દર્શન કરીને શાસ્ત્રીજી મહારાજના ખંડ પાસેથી વિદાય લેતાં પૂજારી સંતને કહ્યું : ‘શાસ્ત્રીજી મહારાજની માળાનું ફૂમતું નાનું કરજો. (લાંબું) ફેરવતાં ન ફાવે.’
ભગવાન અને ગુરુ સાથે હરદમ એકાત્મભાવ હોય તો જ આવા સૂક્ષ્મ વિચારો સંભવી શકે.
Vachanamrut Gems
Loyã-2:
An Inclination Like a Faithful Wife
"The fourth, who has affection, has the inclination of a faithful wife. The vrutti of a faithful wife is not drawn to anyone except her own husband, and she has affection only for her husband. Similarly, this devotee of God, like the faithful wife, has affection only for his master, God. As a result, he believes himself to be fulfilled and does not have even the slightest fear of death."
[Loyã-2]