પ્રેરણા પરિમલ
અને ક્રોધ નામશેષ થઈ ગયો
એક શિક્ષકનો સ્વભાવ સહેજમાં જ ભડકો થઈ ઊઠે એવો હતો. એક વાર બપોરે એ આડે પડખે થયા હતા અને એમની નાની દીકરીએ રેડિયો ચાલુ કર્યો. પહેલા તો શાંતિથી એને બંધ કરવાનું કહ્યું. થોડીવાર પછી દીકરીને થયું, પપ્પા ઊંઘી ગયા છે એટલે બીજી વાર ધીમા અવાજે ચાલુ કર્યો. પણ આ શિક્ષક હજી જાગતા હતા. તરત ઊભા થઈને ગુસ્સામાં રેડિયો પછાડ્યો. રેડિયો તૂટી ગયો. રિપૅર થાય એવો પણ ન રહ્યો.
બીજા એક પ્રસંગે આ શિક્ષકના પુત્રની પરીક્ષા નજીક આવતી હતી. એટલે તેમણે પુત્રને પરીક્ષાની તૈયારી કરવાનું કહ્યું. પણ પુત્રે તો એ હળવાશથી લીધું. અને સાઇકલ ફેરવતો રહ્યો. આ જોઈને એમણે ગુસ્સે થઈને પુત્રને સાઇકલ પરથી હેઠો ઉતારી, સાઇકલને ઊંધી કરી એનાં બંને પૈડાંને લાકડીથી ફટકારી ફટકારીને બિનઉપયોગી કરી દીધાં. પછી સાઇકલ ઊંચે લટકાવી દીધી. ભંગાર તરીકે જ્યારે એ સાઇકલને દુકાને વેચવા ગયા ત્યારે દુકાનદારને પણ આ સાઇકલ તૂટવાના અકસ્માત્‌ વિષે આશ્ચર્ય થયું.
પરંતુ જ્યારે એ શિક્ષક પ્રમુખસ્વામી મહારાજને બોચાસણ મુકામે મળ્યા ત્યારે સ્વામીશ્રીનાં દર્શનથી એમનામાં ગજબનું પરિવર્તન થયું. એમણે સ્વામીશ્રી સમક્ષ પોતાના ક્રોધની કબૂલાત કરી. સ્વામીશ્રીએ એમના માથે હાથ ફેરવીને મમતાપૂર્વક એમને 'સ્વામિનારાયણ' મંત્રનું રટણ કરવાની આજ્ઞા આપી, અને આશીર્વાદ આપ્યા. શિક્ષક કહે છે : 'છેલ્લાં ચાર વર્ષમાં તો મારો ક્રોધ લગભગ નાબૂદ થઈ ગયો છે. સ્વામીશ્રીએ મારા જીવનમાં જે પરિવર્તન આણ્યું છે તેનું કાયમી ઋણ છે.'
Vachanamrut Gems
Gadhadã II-20:
Attributes of one who is Atmic-Conscious
“… Specifically, then, a person whose vision is facing inwards toward the ãtmã has no regard for his body, indriyas or antahkaran…”
[Gadhadã II-20]