પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-7-2010, દિલ્હી
ચોમાસું બેસી ગયું હોવા છતાં ગુજરાતમાં વરસાદ ખેંચાયો હતો. અહીં બેઠાં બેઠાં સ્વામીશ્રીને ગુજરાતની તથા જ્યાં જ્યાં દુષ્કાળનો ઓછાયો હતો એની ચિંતા સતાવતી હતી. એટલે જ આજે પૂજા શરૂ થતાં પહેલાં સ્વામીશ્રી કહે : ‘પેલા એનાઉન્સમેન્ટ કરે છે એ સાધુને બોલાવો.’
મુનિવત્સલ સ્વામી તરત જ ત્યાં આવ્યા. તેઓને સૂચના આપતાં સ્વામીશ્રી કહે : ‘પૂજામાં રોજ અડધો કલાક ધૂન બોલાવો. પહેલાં પેલી ધૂન બોલાવજો.’
સ્વામીશ્રીને ઢાળ યાદ ન આવ્યો, એટલે અમે સંતોએ ભીમપલાસ રાગની આપણી સ્ટાન્ડર્ડ ધૂન ગાઈ. એટલે સ્વામીશ્રી કહે : “હા, એ જ. એ ધૂન અડધો કલાક સુધી બોલાવો અને વચ્ચે વચ્ચે ‘મનનો મોરલિયો રટે તારું નામ’ એની બે જ કડી બોલવાનું રાખજો. ‘વાદળી ઊતરજે ઘેલાને તીર’ એ પણ રાખજો. ગુજરાતમાં અને દેશમાં વરસાદ નથી અથવા તો ખેંચાયો છે, તો બધી જગ્યાએ વરસાદ થાય એ માટે આજથી રોજ પૂજામાં ધૂન જ બોલાવજો.”
આ રીતે સ્વામીશ્રીએ ધૂનનો ઉપક્રમ શરૂ કર્યો અને ગુજરાતનાં તથા દેશ-વિદેશનાં બધાં જ મંદિરોમાં ધૂન બોલાવવાની આજ્ઞા કરી.
પૂજા પછી સ્વામીશ્રી જ્યારે બહાર પધાર્યા ત્યારે ખરેખર વાદળ ઊમટેલાં હતાં. સંતો કહે : ‘વાદળાં બંધાઈ ગયાં.’
સ્વામીશ્રી કહે : ‘શ્રદ્ધા રાખજો. પૂરું થઈ ગયું એમ ન માનતા.’
ઉતારાના ચૉકમાં અક્ષરપ્રેમ સ્વામી અને મંડળી પખાવજ લઈને ધૂન મચાવતી હતી. સ્વામીશ્રી પણ અનાયાસે એમાં જોડાઈ ગયા અને કહ્યું : ‘આવી ધૂન રોજ કરવાની. ભગવાનમાં શ્રદ્ધા રાખવી. શ્રદ્ધાવાન્ લભતે જ્ઞાનમ્.’
Vachanamrut Gems
Gadhadã III-10:
My Principle
“From the Vedas, the Purãns, the Itihãs and the Smrutis, I have formed the principle that jiva, mãyã, ishwar, Brahma and Parabrahma are all eternal. Consider it as follows: Mãyã represents the soil; the jivas represent the seeds in the soil; and ishwar, the rain. By the will of God, an ishwar – in the form of Purush – unites with mãyã. Subsequently, just as the seeds in the soil sprout by the association of rainwater, similarly, the jivas, which are eternal, arise from within mãyã; but new jivas are not created. Therefore, just as ishwar is eternal, mãyã is also eternal. The jivas residing in mãyã are also eternal, and they are not components of God; they are always jivas."
[Gadhadã III-10]