પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 25-6-2017, એટલાન્ટા
આજે સ્વામીશ્રી પોઢ્યા પછી થોડું ઘણું સૂતા - ન સૂતા ને જાગી ગયા. પથારીમાં બેઠા રહ્યા. શ્રુતિપ્રિયદાસ સ્વામીએ પૂછ્યું : ‘સ્વામી ! શું થયું ? બીમાર છો ? કાંઈ તકલીફ છે ?’
સ્વામીશ્રીએ ‘ના’ પાડી.
સેવકોએ આગળ પૂછ્યું : ‘તો શું થયું ? કેમ આમ બેઠા છો ?’
‘પ્રાર્થના કરું છું.’
‘કોના માટે ?’
‘દેશમાં વરસાદ થાય અને હરિભક્તો સુખિયા થાય તે માટે.’
સેવકોએ પૂછ્યું : ‘આપ ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો ?’
‘દરરોજ.’ સ્વામીશ્રીએ કહ્યું.
પ્રમુખસ્વામી મહારાજે લંડનમાં રાત્રે 2-30 વાગે જાગીને વરસાદ માટે ધૂન કરી હતી તે પ્રસંગની સ્મૃતિ આ પ્રસંગે સહેજે થાય.
ગુરુવર્યોની સમાનતાનો વધુ એક પ્રસંગ ઉજાગર થયો.
Vachanamrut Gems
Gadhadã II-56:
Whose Foundation is Weak?
“If a person does have as much love for other objects as he does for God, then his foundation is indeed very weak…”
[Gadhadã II-56]