પ્રેરણા પરિમલ
ઉદ્યોગગૃહના ઉચ્ચ પદાધિકારી...
(તા. ૧૧-૬-૯૯, મુંબઈ)
આજે રાતના એક ઉદ્યોગગૃહના ઉચ્ચ પદાધિકારી સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. તેમના ઘરે એક મહિના પહેલાં ચોરી થઈ. તેઓ બધા બહારગામ ગયેલાં તેથી ચોર લોકો પત્નીનાં ઘરેણાં, રોકડ રકમ અને જે કિંમતી હતું તે ચોરી ગયા. ચોરીના પરિણામે કુટુંબનાં બધાં જ સભ્યોને અશાંતિ હતી.
સ્વામીશ્રી કહે : 'અશાંતિ કરને સે કોઈ લાભ નહીં. ગયા વો ગયા. વો આયેગા નહીં. ચિંતા કરને સે શરીર પર અસર હોગી. ભગવાન કા નામસ્મરણ કરના. સબ ચીજ એક દફા જાનેવાલી હૈ.' એ અધિકારી કહે : 'મગર ગયા હૈ ઉસકા દુઃખ હોતા હૈ.'
સ્વામીશ્રી : 'અપના ગયા' ઐસા માનને સે દુઃખ હોતા હૈ. અપના થા હી નહીં - ઐસા સોચેંગે તો દુઃખ દૂર હો જાયેગા.'
તેઓએ સ્વામીશ્રીને દંડવત કર્યા. આશિષ મેળવ્યા. બહાર આવી કહે : 'અબ બહુત અચ્છા લગા. બહુત સંતોષ હુઆ.'
Vachanamrut Gems
Loyã-7:
The Importance of Bhakti
"… Thus, one who does not offer bhakti to Parabrahma after becoming brahmarup cannot be said to have attained ultimate liberation."
[Loyã-7]