પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 25-6-2017, એટલાન્ટા
સ્વામીશ્રી 7-42 વાગે અલ્પાહાર કરવા બિરાજ્યા. ગુણકીર્તનદાસ સ્વામીએ સ્વામીશ્રીને શું શું ભાવે છે તેનું સુંદર વર્ણન કરતો થાળ ગાયો. જેમાં સ્વામીશ્રીને સંપ-સુહૃદભાવ-દાસભાવ વગેરે મૂલ્યો ભાવે છે તેવું આવે છે.
છેલ્લે સ્વામીશ્રી કહે : ‘આમાં એક લીટી ઉમેરવાની છે, આ બધું યોગીબાપાને ભાવતું એટલે મને ભાવે છે.’
સંતોએ તરત જ કડી જોડી દીધી : ‘સ્વામીને એટલે ભાવે રે, યોગીબાપાને ભાવે રે...’
પોતાનું અસ્તિત્વ ગુરુમાં ઓગાળી નાંખ્યું હોય
તો જ આવું બોલી શકાય. આવા આદર્શ શિષ્ય લોકમાં ક્યાં જોવા મળે ?
Vachanamrut Gems
Vartãl-20:
Spiritual Understanding - The Criteria of Greatness
“… So, being a renunciant or a householder is of no significance; rather, he whose understanding is greater should be known as being a greater devotee than the rest.”
[Vartãl-20]