પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૫૭
ઘણાં દિવસથી દાદર મંદિરમાં યોગીજી મહારાજ બિરાજતા હતા. ઊંઘની ફરિયાદ એમ ને એમ હતી. ઘણી પ્રકારની દવાઓ બદલવા છતાં રાત્રે ઊંઘમાં તકલીફ પડતી. વળી, બીજી નાની નાની શારીરિક તકલીફો પણ આવતી જતી. એટલે થોડા દિવસ પરામાં કોઈ સ્થળે આરામ માટે જવાનું ઠેરવ્યું. જોકે શરદપૂનમનો સમૈયો પણ નજીક આવી રહ્યો હતો. કોઈએ ત્યારે પણ મુંબઈ રોકાઈ જવાનું દબાણ કર્યું.
'એ તો સો વાતે સમૈયામાં જવું જ પડે. કોઈ ના પાડશે તો હું દંડવત્ કરીશ, પણ સમૈયામાં જવું જ પડે. ચાલીસ વર્ષથી સમૈયો છોડ્યો નથી. ને જેનું જે સ્થાન હોય તેનો સંબંધ થાય તો ફટ દઈને રોગ ઊડી જાય. જો જો અક્ષરદેરીમાં રોગ નહિ રહે.' અક્ષરદેરીના એ સાક્ષાત્ અક્ષરધામતુલ્ય સ્થાન સાથે પોતાની આત્મીયતા અને એકતાનો પડઘો સ્વામીશ્રીના શબ્દે શબ્દે પડી રહ્યો હતો.
આજે હોમિયોપેથિક ડૉક્ટર સુબોધ મહેતા સ્વામીશ્રીને જોવા આવેલા. બીજા ડૉક્ટરો સ્વામીશ્રીની બધી તકલીફો જણાવતા હતા. કોઈકે કહ્યું, સ્વામીશ્રીને ઠંડી બહુ લાગે છે. એટલે સ્વામીશ્રી કહે :
'આઠ ગોદડાં ઓઢવાં પડે છે. પહેલાં એવું ન હતું. પહેલાં તો અમે નીચે ગૂણિયા ઉપર સૂઈ જતા ને દસ દસ ગાઉ પોટલાં ઊંચકીને હાલતા. ને ગાડામાં કે ગાડીએ બેસતા નહિ. ઠંડે પાણીએ નહાતા. છેલ્લાં આઠ-દસ વર્ષથી આવું થઈ ગયું છે.' સ્વામીશ્રીના શબ્દોમાં એમનો ત્યાગ-વૈરાગ્યનો ઇશક અછતો રહેતો નહિ.
આ દિવસો દરમ્યાન અમદાવાદમાં તોફાન ચાલતું હતું. તોફાનો શાંત થાય એ માટે સ્વામીશ્રી ધૂન કરાવતા અને સંતો પાસે માળા પણ ફેરવાવતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-40:
If One Harms a Devotee of God...
“If, however, one does somehow harm a devotee of God, then one should verbally pray to him for forgiveness; and physically and mentally, one should prostrate before him and resolve to behave in such a manner so as to never harm him again. However, one should not behave in such a way that one performs prostrations after harming someone once, only to then harm him again and perform prostrations again.”
[Gadhadã II-40]