પ્રેરણા પરિમલ
આત્મીયતાનું રેણ
(તા. ૨૯-૧૨-૯૮, સારંગપુર)
સ્વામીશ્રી હૃદય હૃદયનું રેણ છે. એમની આત્મીયતા તકરાર દૂર કરે છે, તડ પૂરે છે, સુહૃદયભાવ જગાવે છે.
સાંજે એક સંનિષ્ઠ ભક્તના કુટુંબ સાથે મિટિંગ કરી. કુટુંબમાં ભાઈઓના જમીન-મિલકતના જટીલ પ્રશ્નોનું ૩-૪ દીર્ઘ બેઠકો બાદ સ્વામીશ્રીએ સંપૂર્ણ નિરાકરણ કરી આપ્યું. બધા રાજી થયા.
સ્વામીશ્રી કહે : 'સંપ હશે તો સંપત્તિ વધશે. કુસંપે ગોળાનું પાણી સુકાય. આમાં તો કેવું છે કે માણસો ચઢાવનારા મળે. તમને મળે ને આમને મળે. ચઢાવે. કહે : 'તને કાંઈ મળ્યું ? તમે ઘસાઈ ગયા તોય કંઈ ન મળ્યું.' એવું કહે. આ તો દરબારી કામ છે. બાપુજી ! તમે પણ આશીર્વાદ આપજો કે છોકરાવ સુખી થાય. તમારે પ્રસંગોપાત્ત એકબીજાને મળવું. વહેવારના પ્રસંગો હોય ત્યારે એકબીજાને ઘેર જવું. એકત્વની ભાવના હોય તો લોકોય જાણે કે આમને મનમાં કાંઈ નથી.' સ્વામીશ્રીએ વર્ષોનું અનુભવામૃત પીરસી સૌને તૃપ્ત કર્યા.
પછી બધા ભાઈઓ તથા વડીલોને જાતે મોંમાં મગસનો પ્રસાદ મૂક્યો. મન-મોં મીઠાં કરાવ્યાં. સમૂહમાં બધાનો ફોટો પડાવ્યો. સ્વામીશ્રીની આવી આત્મીયતાથી બધા ગળગળા થઈ ગયા. એમની આંખોમાં આંસુ ઊભરાયાં. દંડવત્ કર્યા.
સ્વામીશ્રી સંપની અંતિમ ગાંઠ વળાવતાં કહે, 'બસ ! બધા રાજી થજો. આગળ-પાછળનું બધું ગયું દરિયા ભેગું. કુટુંબના બધા નાનપણથી જેમ ભેગા રહ્યા છો તેમ સંપીને રહેજો. આપણે બાપુજી પ્રત્યે પણ પૂજ્યભાવ-આદરભાવ રાખવો. કોઈએ કુટુંબમાં આંટી ન રાખવી. દરેક જણ કુટુંબ માટે ઘસાયા છે તો તે યાદ રાખવું.'
Vachanamrut Gems
Gadhadã II-7:
Why Do Inappropriate Swabhavs Remain?
Thereupon Muktãnand Swãmi asked Shriji Mahãrãj, "A devotee of God resolves in his mind, 'I do not want to retain a single swabhãv which may hinder me in worshipping God,' and yet, such inappropriate swabhãvs do remain. What is the reason for this?"
Shriji Mahãrãj replied, "If a person has a deficiency of vairãgya, then even if he has the shraddhã to eradicate his swabhãvs, still they will not be eradicated. For example, a poor man may wish for lots of savoury food and rich clothes, but how can he acquire them? Similarly, one who lacks vairãgya may wish in his heart to acquire the virtues of a sãdhu, but it is very difficult for him to do so."
[Gadhadã II-7]