પ્રેરણા પરિમલ
સ્વામીશ્રીનું કાયમનું અભિયાન
સ્નેહની છોળોમાં ભીંજવવાનું અને આગ્રહના આતપમાં ખીલવવાનું આ બંને કાર્ય કરીને સ્વામીશ્રી નવી પેઢીને પોષે છે ને પમરાવે છે. સ્વામીશ્રીના લંડન ખાતેના તાજેતરના નિવાસ દરમ્યાન એવા અનેક પ્રસંગો નજર સામે તરવરે છે.
અમિત પટેલ નામના એક યુવાનને સૌ ને અહીં બિલના નામે બોલાવે છે. આજે સવારે પરવારીને સ્વામીશ્રી જેવા બહાર આવ્યા ત્યાં સામે બિલને ઊભેલો જોઈને કહેઃ 'આવો, બિલ ક્લીન્ટન!'
એ કહેઃ 'બાપા! બધું આપની કૃપાથી જ છે.'
સ્વામીશ્રીએ એની રગ પકડીને પછી અસલ પ્રશ્નોત્તરી શરૂ કરી. 'મંદિરે આવે છે? પૂજા કરે છે? તિલક-ચાંદલો કેમ દેખાતો નથી? રવિસભાનું કેમ છે?' આજના દિવસનું જાણે આ અભિયાન બની રહ્યું.
ઠાકોરજીનાં દર્શન કરીને પ્રદક્ષિણા કરતી વખતે જલકમલ મહેતા અને ઘનશ્યામ રામપરિયાને જોઈને નજીક જઈને કહેઃ ‘Where is Tilak-Chandlo?' આટલું કહેતાં એના કપાળે અંગૂઠો અડાડીને નિયમિત રીતે તિલક-ચાંદલો કરવાનો ઈશારો કર્યો. (૨૬-૪-૨૦૦૪, લંડન)
Vachanamrut Gems
Gadhadã III-16:
Engaging in Faithful Bhakti
“… Therefore, one should not knowingly engage in bhakti that would cause one to be disgraced. Instead, a devotee of God should thoughtfully engage in faithful bhakti – like that of a faithful wife.”
[Gadhadã III-16]