પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૫૫
સાંજે સુનીલભાઈ દમણિયા પાસે લાંબા શ્વાસ લેવાનું શીખતા હતા. મહાપરાણે ત્રણ ઊંડા શ્વાસ લીધા હતા. નાના બાળકની જેમ યોગીજી મહારાજે આ પ્રક્રિયા કરી બતાવી હતી. ઉકાળા પાણી પછી રાત્રે પલંગમાં બિરાજ્યા હતા. જાતે કહેવા લાગ્યા, 'હવે સારું થતું જાય છે. પહેલાં બોલાતું નહોતું. હવે બોલાય છે... સ્વામી(શાસ્ત્રીજી મહારાજ) ધારે તો એક દી'માં સારું થઈ જાય. સ્વામી અટલાદરામાં માંદા હતા તે વૈદ્યે ના પાડી કે આરામ કરજો, પણ બીજે દિવસે સ્વામી સવારે સારંગપુર જતા રહ્યા. સ્વામીએ ગોરિયાદમાં કહેલું : 'વૈશાખ સુદ ત્રીજને દિવસે દેહ પડશે. હું ધામમાં જઈશ ત્યાં સુધી મને કંઈ થવાનું નથી...' સ્વામીને માંદગી આવી નથી. ત્રણ જગ્યાએ આરામ કર્યો ને પછી ધામમાં પધાર્યા. ને મને કહેલું કે એક તમને જોઈને શાંતિ થાય છે.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-56:
To Please God
“Thus, to please God, a devotee should totally discard the panchvishays. He should also abandon any affection for objects which may hinder his love for God.”
[Gadhadã II-56]