પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
આજે બપોરે ભોજન દરમ્યાન ચાલી રહેલા વાર્તાલાપમાં મુનિચિંતનદાસ સ્વામીએ કુતૂહલવશ થઈને પૂછ્યું કે ‘સ્વામી ! આપને મળનારાની લાંબી લાઇન હોય, સમયની અનુકૂળતા ન હોય અને સંજોગવશાત્ હરિભક્તોને ફટાફટ આગળ વધારીએ તો કદાચ તેમને જે રીતે વાત કરવી હોય તે રીતે વાત ન થાય. તેવે વખતે તેમનું કામ થાય કે ન થાય ?’
‘થાય.’ સ્વામીશ્રી સવિશ્વાસ બોલ્યા.
આ સાંભળી સંતોએ કહ્યું : ‘અમે ઉતાવળ કરીએ પણ આપ ક્યારેય ઉતાવળા થતા નથી. તેથી બધાને ખૂબ સંતોષ થાય છે.’
‘હું એક-એકને અટેન્ડ(attend) કરું.’ સ્વામીશ્રીએ પોતાના અંતરની ભાવના વ્યક્ત કરતાં કહ્યું. તેઓના શબ્દોમાં કરુણા નીતરતી હતી.
Vachanamrut Gems
Sãrangpur-14:
God's Glorious Powers
"Of course, if it is His wish, a mukta may manifest in a body even from Akshardhãm. Moreover, by His will, that which is jad can become chaitanya, and that which is chaitanya can become jad. God is, after all, extremely powerful, and whatever He wishes, occurs…"
[Sãrangpur-14]