પ્રેરણા પરિમલ
દિગ્દર્શન
(તા. ૨૫-૧૨-૯૮, સારંગપુર)
સ્વામીશ્રી સવારે યોગીજી મહારાજની રૂમમાં દર્શને પધાર્યા. એક સંત યોગીજી મહારાજની પ્રસાદીભૂત વાત બોલતાં કહે, 'યોગીજી મહારાજે કહ્યું કે અમે ૫૦ વર્ષથી સત્સંગમાં છીએ. તે મોટા સદ્ગુરુ થકી એક જ વાત શીખ્યા છીએ કે ખટપટમાં ન પડવું. ગુણાતીત બાગના કાંટાનોય અવગુણ ન લેવો.'
સ્વામીશ્રી યોગીજી મહારાજની મૂર્તિની પ્રદક્ષિણા ફરતા કહે, 'ખટ ને પટ.' પછી કહે, 'કાંટાનોય અવગુણ ન લેવો. કાંટો વાગે તો લેવો પડે ને !' થોડી ક્ષણો બાદ કહે, 'કાંટો એટલે કોઈ બોલ્યું-ચાલ્યું હોય તે. તે કાંટો ધીરે રહીને કાઢી લેવો. હું આત્મા છું, અક્ષર છું. એમ માને તો કાંટો ન વાગે. તું આવો, તું તેવો... એમ થોડું કહેવાય છે ? કાંટો (શબ્દનો, અપમાનનો) વાગે તો કોઈને કહેતા ન ફરવું. ધીરે રહીને કાઢી નાખવો. કોઈને ખબર ન પડે.'
સ્વામીશ્રીના થોડા શબ્દો એટલે જીવન-ઉજાસનું દિગ્દર્શન.
Vachanamrut Gems
Panchãlã-1:
The Necessity of Thinking of the All-Superior Bliss of God
"… Without applying this thought, if one's vrutti does become attached to alluring vishays, it will barely become detached - and that too, after much effort. As for one who has applied this thought, however, very little effort is involved in withdrawing one's vrutti; one can easily realise the vanity of the vishays."
[Panchãlã-1]