પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-7-2010, દિલ્હી
સ્વામીશ્રી મંદિરે દર્શને પધારે ત્યારે મંદિરના ચોકમાં અહીંના બાળમંડળના સભ્યો જુદી જુદી રજૂઆતો કરતા હતા.
આજે સ્વામીશ્રી દર્શને જવા માટે મંદિરની હાઇડ્રોલિફ્્ટમાં વિરાજ્યા ત્યારે બાળકોએ શાસ્ત્રીજી મહારાજના વખતનો બેચર કીસાવાળો પ્રસંગ ભજવ્યો. આ સંવાદમાં એક મીઠી ટકોર આવતી હતી, જેમાં હરિભક્તો દ્વારા શાસ્ત્રીજી મહારાજને સંબોધીને હસતાં હસતાં વાર્તાલાપ કહેવાયો હતો કે ‘સ્વામી ! તમે તો જમીન લેતા ધરાતા જ નથી, પાટીદાર ખરા ને !
સ્વામીશ્રી આ સંવાદને ધ્યાનપૂર્વક સાંભળતા હતા. લિફ્ટ ઉપર ચડતી જતી હતી અને પેલું વાક્ય સાંભળતાં જ સ્વામીશ્રી એકદમ હસી પડ્યા અને કહે : ‘જમીન લેતાં લેતાં તો ઠેઠ દિલ્હી સુધી આવી ગયા.’
સ્વામીશ્રી આજે શાસ્ત્રીજી મહારાજના ભાવમાં હતા.
Vachanamrut Gems
Gadhadã II-44:
A Demonic Person
“On the other hand, a person who is demonic never perceives even a single flaw within himself; instead, he perceives only flaws in other devotees…”
[Gadhadã II-44]