પ્રેરણા પરિમલ
યૉગીજી મહારાજના પ઼ેરક પ઼સંગૉ
મુંબઈમાં એક બપોરે યોગીજી મહારાજ જમી રહ્યા હતા. થાળમાં ફ્રૂટસલાડ પણ હતો. સ્વામીશ્રી નવા સંતોને ગમતી ફ્રૂટસલાડની રસોઈ પણ ક્યારેક કરાવતા. જો કે પોતે જમતા નહિ. ફ્રૂટ ઉપર એમને સ્વાભાવિક અરુચિ એમાં ખાટાં ફ્રૂટ તો નહિ જ, અને મિષ્ટ્ટાન પોતે જમતા નહિ. પણ સંતોને ખૂબ પ્રેમથી જમાડતા.
સ્વામીશ્રી જમી રહ્યા હતા. ફ્રૂટસલાડમાંથી લાલ મજાનું ચેરીનું સ્વાદિષ્ટ ફળ યોગેશ્વર સ્વામીએ સ્વામીશ્રીના પત્તરમાં ધીરેકથી સરકાવી દીધું અને સ્વામીશ્રીનું ધ્યાન ખેંચવા કહ્યું, 'બાપા, આ ચેરી છે...' પણ સ્વામીશ્રીએ એ શબ્દો તરફ કે પછી ફળ તરફ જરા પણ લક્ષ્ય આપ્યું નહિ. હળવેકથી પત્તર બહાર મૂકી દીધું અને બોલ્યા, 'ભગવાન ભજી લેવા.' જાણે ભગવાન ભજવા સિવાય જગતની કોઈ બાબતમાં રસ જ નથી, એ ભાવથી આ સૂત્ર સ્વામીશ્રી અહર્નિશ બોલતા અને સૌને જાગ્રત રાખતા. અલબત્ત, બીજાને જમાડવાનું એમને બહુ તાન. જમવામાં થોડા સંતો-હરિભક્તો સાથે ન હોય તો સ્વામીશ્રીને ફાવે જ નહિ. સૌને આગ્રહ કરી પીરસાવે. વળી, જમનારના ખાસ હેતવાળા હોય એમના વતી પણ પીરસાવે. ખૂબ જમાડે. યાદ રહી જાય - અખંડ સાંભરે એવું જમાડે. 'શ્રીજીમહારાજ-શાસ્ત્રીજી મહારાજ જમો.' એમ બોલતા જાય અને જમાડતા જમાડતા સંતો શ્લોકો બોલે તો બહુ રાજી થતાં કહે, 'હં... એમ બોલવું...'
Vachanamrut Gems
Gadhadã II-8:
Highest State of Enlightenment
"As for a person who has come into contact with God, there is no limit to his good fortune. But such a relationship with God is not the result of merits from one life alone. That is why Shri Krishna Bhagwãn has stated in the Bhagwad Gitã:
[Gadhadã II-8]