પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૭૯
ગોંડલ, તા. ૨૬-૧૦-૧૯૬૯
બપોરની કથામાં વડતાલ પ્રકરણનું સોળમું વચનામૃત યોગીજી મહારાજ વંચાવતા હતા. એમાં એમ વાત આવી - 'આગ્રહ તો કેવળ ભગવાનના ભજનનો અને ભગવાનના ભક્તનો સત્સંગ રાખવાનો છે.' સંત સ્વામીએ આનો અર્થ સમજાવતાં કહ્યું કે ભગવાન અને મોટા સંત આ લોકમાં આવીને આપણી જેવા થઈને રહે છે અને એમની દરેક ક્રિયા આપણને સત્સંગમાં નભાવવાની હોય છે એ જ 'આગ્રહ.'
સ્વામીશ્રીએ પણ આ ઉત્તરને સમર્થન આપ્યું અને પુષ્ટિ આપતાં કહ્યું : 'જીવને (આપણને) અભાવ ન આવે એ જ ભગવાન અને મોટા પુરુષનો આગ્રહ હોય છે.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Amdãvãd-7:
Shriji Maharaj's Supreme Glory
I went alone to the abode of Shri Purushottam Nãrãyan, which transcends everything. There, I saw that it was I who was Purushottam; I did not see anyone eminent apart from Myself. In this manner, I travelled to these places and finally returned to My body.
[Amdãvãd-7]