પ્રેરણા પરિમલ
બે પેઢી વચ્ચેનો સેતુ
રોષમાં ઉદ્ધત બનીને અવળા માર્ગે ચઢી જવા તૈયાર થયેલા યુવાનો ને પ્રમુખસ્વામી મહારાજે પાછા વાળ્યા છે. વાંકાનેરમાં એક યુવાને સ્વામીશ્રી આગળ આવીને માબાપ વિષે ફરિયાદ કરતાં કહ્યું : 'હવે હું એ લોકોને બતાવી આપીશ. દારૂ પીને, અવળા માર્ગે ચાલીને એવો આડો ફાટીશ કે બંનેની આંખ ઊઘડશે.'
સ્વામીશ્રીએ તરત જ કહ્યું : 'એ તો મૂર્ખાઈ છે.'
'તો શું હું મૂંગે મોઢે અત્યાચાર સહન કરી લઉં ?' યુવાનનો રોષ એવો ને એવો જ હતો.
સ્વામીશ્રીએ એને સમજાવવા માંડ્યું : 'તું સમજ, મા-બાપને શિક્ષા કરવાનો તારો અધિકાર શો ? મા-બાપની આંખ ઊઘડે તે માટે તું દારૂ પીએ તેમાં ખોટ કોને ? ભોગવવાનું તો તારે જ છે ને ! અને મા-બાપનું જોનારા ભગવાન છે. તને વ્યસન પડ્યું તો દુઃખી દુઃખી તો તું જ થવાનો. માટે જાતે ધંધો કર, બીજું કાંઈક કર, પણ આવા ઉપાયોમાં મા-બાપ સામે, સમાજ સામે તારું સ્થાન શું ?' આવી આવી કેટલીક વાતો ખૂબ જ પ્રેમથી સ્વામીશ્રીએ પેલા યુવાનને કરી. અને સ્વામીશ્રીની મંગળ વાણી પેલા યુવકને અસર કરી ગઈ અને એક યુવક અને આખું કુટુંબ એક દોઝખમાં હોમાવામાંથી ઊગરી ગયું.
આવી રીતે સામાજિક, કૌટુંબિક કે વ્યક્તિગત ઝઘડામાંથી પ્રગટ થતી આગને સ્વામીશ્રી ઠારતા રહે છે. એ તંદુરસ્ત સમાજ સ્થાપવાની દિશા તરફનાં કદમ હોઈ એક મહત્ત્વની સમાજસેવા બની રહે છે.
Vachanamrut Gems
Gadhadã II-16:
Conquering Desires for the Panchvishays the Simple Way
Thereafter, Muktãnand Swãmi asked another question: "Can the desires for the panchvishays be conquered by vairãgya, or can they be conquered by other means?"
Shriji Mahãrãj answered, "Whether or not one has vairãgya, if one diligently observes the niyams prescribed by God, then the desires for the panchvishays can be conquered."
[Gadhadã II-16]