પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 7-11-2016, રાજકોટ
આજે સાયંસભામાં યુવકોએ ‘સત્સંગ વિકાસ માટે સંયમ અગત્યનો કે સાધન(ટેક્નોલોજી) ?’ તે વિષયક ધારદાર દલીલો સહિતની ચર્ચા રજૂ કરી. તેનો અંતિમ નિર્ણય આપતાં સ્વામીશ્રી બોલ્યા :
“બેય સાચું છે. કેવી રીતે ? પહેલાં સંયમ-નિયમ હોય પછી ટેક્નોલોજી વપરાય. પહેલાં સાધુ થવું, સત્સંગી થવું. પછી ટેક્નોલોજી વાપરો. સ્વવિકાસ માટે સંયમ-નિયમની દૃઢતા કરવી, એના વિના કાંઈ ન થાય. પ્રમુખસ્વામી મહારાજ કરજતમાં હતા. સંસ્થાના સેક્રેટરી હરીશભાઈએ રિપોર્ટ આપ્યો કે ‘સત્સંગ હરણફાળથી વધે છે.’ ત્યારે સ્વામીબાપાએ બ્રેક મારી કહ્યું : ‘હરીશભાઈ ! સાધુતાથી વધે છે.’ સાધુતા ન હોય તો કોણ પૂછે છે ? તમે ધોતિયાં ઓઢાડો છો કે રસોઈ આપો છો. કેમ ? અમે ધર્મ-નિયમવાળા છીએ માટે, નહીં તો... !
ખાલી ટેક્નોલોજી હોય તો ખાલી બહારનો વિકાસ થાય. મોટા મોટાને ચારિત્ર્યભંગ થયો તો પડતી થઈ. આ મોબાઇલ તો સડો છે. એમાંથી બરબાદી આવે. સત્સંગ રહે જ નહીં. ટેક્નોલોજી તો હેલ્પિંગ હેન્ડ છે. મૂળ આધાર તો સંયમ-નિયમ છે. સ્વવિકાસ માટે ટેક્નોલોજી કાંઈ ન કરે. ટેક્નોલોજીની વાત પછી, પહેલાં તો સંયમ-
નિયમ. પાકા સાધુ, પાકા સત્સંગી થવું. બંને વાત સાચી છે, પણ મૂળમાં સંયમ.”
આમ, સ્વામીશ્રીએ સાધન(ટેક્નોલોજી)ના ઉપયોગની દિશા ચીંધી આપી.
Vachanamrut Gems
Sãrangpur-11:
Eradicating All of One's Deficiencies Within This Very Lifetime
Then Nrusinhãnand Swãmi asked, "Is there a method by which one can eradicate all of one's deficiencies within this very lifetime?"
Shriji Mahãrãj replied, "If a person becomes extremely vigilant and determined, then all of his deficiencies can be eradicated within this very lifetime. If his deficiencies have not been eradicated while alive, and if he were to become free of worldly desires and develop intense love for God during his last moments, then even in those last moments God would shower His grace upon him, and he would attain the abode of God."
[Sãrangpur-11]