પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-7-2010, દિલ્હી
સ્વામીશ્રી પ્રતીક્ષાખંડમાં પધાર્યા. અહીં ઇન્ફોસીસ કંપનીના હ્યુમન રિસોર્સ વિભાગના વડા અને બોર્ડ મૅમ્બર મોહનભાઈ દર્શને આવ્યા હતા. તેઓની સાથે IIMના બોર્ડ મૅમ્બર અભય જૈન પણ હતા. અક્ષરધામ જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયા છે. તેઓએ ઇન્ફોસીસની કાર્યવાહીની વાત કરતાં કહ્યું : ‘અમે લોકો રોજ બાર લાખ બાળકોને મધ્યાહ્ન ભોજન કરાવીએ છીએ. 7,800 સ્કૂલોમાં અક્ષયપાત્ર નામની યોજના ચલાવીએ છીએ.’
સ્વામીશ્રી કહે : ‘भगवान की आपके उपर बहुत कृपा होगी।’ વળી કહે : ‘जो देता है उसका कभी खूटता नहीं हैं।’
તેઓની ભાવના સાંભળીને સ્વામીશ્રીનું મુખ ભાવાર્દ્ર થઈ ગયું, રાજી થયા અને તેઓનો સંકલ્પ પૂરો થાય એ માટે ખાસ આશીર્વાદ આપ્યા.
Vachanamrut Gems
Gadhadã II-66:
Pray to God to Recognise and Destroy one's Faults
“For those faults which one cannot recognise, one should pray to God: ‘Mahãrãj, please be compassionate and destroy whichever faults I may have’ …”
[Gadhadã II-66]