પ્રેરણા પરિમલ
ભગવાનને સંભારીને બોલીએ...
તા. ૩-૫-૨૦૦૫, અમદાવાદ
આજે સંધ્યા સત્સંગસભામાં લગભગ ૧૫ મિનિટના આશીર્વાદમાં સ્વામીશ્રીએ સત્સંગની સમજણની અદ્ભુત વાતો કરી. ત્યારબાદ સ્વામીશ્રી ઉતારે પધારવા માટે લિફ્ટમાં પધાર્યા. આજના સ્વામીશ્રીના આશીર્વાદના સંદર્ભમાં સ્વામીએ કહ્યું : 'આપનું તંત્ર ખરેખરું છે.'
'કેમ ?' જિજ્ઞાસાથી સ્વામીશ્રીએ પૂછ્યું.
'એક બાજુ સંસ્થાનાં અનેક કાર્યોની આટલી ભારે મિટિંગો ચાલે અને એમાં પણ શ્વાસ લેવાનો સમય ન મળે એવી મિટિંગો ચાલે ને અહીં આવ્યા પછી જાણે કાંઈ જ ન હોય એમ તરત જ સાહજિકતાથી આટલું અદ્ભુત બોલવું એ સ્થિતપ્રજ્ઞતા જ કહેવાય !'
આ સાંભળતાં જ સ્વામીશ્રી કહે : 'આપણે તો ભગવાનને સંભારીને બોલીએ છીએ. ભગવાન જે રીતે બોલાવે એ રીતે બોલીએ.'
સહજપણે સ્વામીશ્રી બોલી રહ્યા હતા. 'વણ વિચારે પણ વાતું રે આવે એના અંતરથી...' એ નિષ્કુળાનંદ સ્વામીની પંક્તિ જાણે સૌનાં અંતરે પડઘાઈ રહી !
Vachanamrut Gems
Loyã-11:
Which Forms of God Should be Meditated Upon?
"Moreover, one should only meditate on the form of God that one has attained, not on the forms of the previous avatãrs…"
[Loyã-11]