પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 5-11-2016, ગોંડલ
આજે પ્રાતઃપૂજા પૂર્ણ કરી સ્વામીશ્રી સંતઆશ્રમ આગળ પધાર્યા ત્યારે ત્યાં ઊભેલા એક હરિભક્તે રમૂજ સાથે સ્મૃતિ મેળવવાના આશયથી કહ્યું કે ‘સ્વામી ! હું શ્રીકૃષ્ણ પંડ્યા. શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રપતિ એવોર્ડ મને મળ્યો છે. હું આપણી સ્કૂલનો પ્રિન્સિપાલ રહ્યો છું. વર્ષો સુધી સત્સંગ-પ્રવૃત્તિમાં સંયોજક તરીકે સેવાઓ આપી છે. આ બધી મારી સિદ્ધિઓ છે. આપ હવે આપની સિદ્ધિઓ જણાવો કે આપ કોણ છો ?’
‘સેવક.’ સ્વામીશ્રી ધાણી ફૂટે તેમ બોલ્યા.
‘હર રંગ મેં સેવકરૂપ ચહે, અમૃતજલ કા જ્યું કૂપ રહે...’ એ જ છે સ્વામીશ્રીની જીવનભાવના.
Vachanamrut Gems
Sãrangpur-10:
The Path of Unrighteousness
"… A person who follows the path of unrighteousness is engrossed in evil deeds such as stealing, adultery, eating meat, drinking alcohol, changing someone's caste by force and having one's own caste changed by force. As a result, no one in the world ever trusts him. In fact, even his own relatives do not trust him. Such an unrighteous person never likes the company of a true sãdhu. In fact, if someone else were to keep the company of such a sãdhu, the unrighteous person would spite him too."
[Sãrangpur-10]