પ્રેરણા પરિમલ
બાપા! મારે ઘેર ન પધારો?
બાળકનું મન સાચવી લેવાની પ્રમુખસ્વામી મહારાજની કાળજી પણ અનોખી. એક વાર અમદાવાદમાં વાસણા વિસ્તારમાં સ્વામીશ્રી એક હરિભક્તને ત્યાં પધરામણીએ જઈ રહ્યા હતા. એ રિક્ષામાં બેઠા હતા અને રિક્ષા ધીરેધીરે જઈ રહી હતી. એવામાં એક પાંચ-છ વર્ષના બાળકની નજર એમના પર પડી. 'આ તો સ્વામીબાપા !' કહીને એ છોકરો રિક્ષાની પાછળ દોડવા લાગ્યો. સ્વામીશ્રીએ આ જોયું એટલે એમણે રિક્ષા ઊભી રખાવી અને એને રિક્ષામાં લઈ લીધો. છોકરાના આનંદનો પાર ન રહ્યો. છોકરાએ એની કાલીઘેલી વાણીમાં કહ્યું : 'બાપા, મારે ઘેર ન પધારો ?'
સ્વામીશ્રી બોલ્યા : 'શા સારુ નહીં ? ચાલ, હમણાં જ જઈએ.'
રિક્ષા બાળકના ઘર સુધી લેવડાવી. સ્વામીશ્રીની આંગળી પકડીને એ પોતાના ઘરમાં લઈ ગયો. સ્વામીશ્રીએ પ્રસન્નતાથી પધરામણી કરી. અને બીજે દિવસે અનુપ(એ બાળકનું નામ અનુપ હતું)ને મંદિરમાં પ્રસાદ લેવા આવવા માટે સ્વામીશ્રીએ જણાવ્યું અને અનુપને મંદિરમાં લઈ આવવાનું કામ એક હરિભક્તને સોંપ્યું.
બીજે દિવસે અનુપ મંદિરમાં આવ્યો ત્યારે સ્વામીશ્રીએ એને પ્રેમથી જમાડ્યો.
Vachanamrut Gems
Gadhadã II-21:
No Option to Understanding this Principle
"Whether this principle is understood after being told once, or after being told a thousand times; whether it is understood today, or after a thousand years, there is no option but to understand it. Even if one were to ask Nãrad, the Sanakãdik, Shukji, Brahmã and Shiv, since they are wise, even they, using many different techniques, would point to the manifest form of God and the manifest form of the Sant as being the only granters of liberation. They would also explain that the greatness of the manifest form of God and the manifest form of the Sant is exactly the same as the greatness of past forms of God and the Sant."
[Gadhadã II-21]