પ્રેરણા પરિમલ
બાળક માટે પ્રેમ
બેંગ્લોર સ્ટેશને એક વાર ગાડી ઊપડવાની તૈયારી હતી. ટ્રેનની વ્હીસલ વાગી. સૌ ગાડીમાં ગોઠવાઈ ગયા. સ્ટેશને વળાવવા આવેલા હરિભક્તોના સંતોષ ખાતર પ્રમુખસ્વામી મહારાજ સળિયો પકડીને દર્શન આપવા બારણામાં ઊભા હતા. એવામાં એક નાનો બાળક આવી ચડ્યો અને નોટ-પેન ધરીને સળિયો પકડીને ઊભા રહેલા સ્વામીશ્રીને કહે, 'સહી કરી આપો ને !' બાજુમાં ઊભેલા આનંદજીવનદાસ સ્વામીએ, હવે સમય રહ્યો ન હોવાથી બાળકને સહીનો આગ્રહ ન રાખવા માટે સમજાવવા માંડ્યું ત્યાં સ્વામીશ્રીએ તરત કહી દીધું : 'લાવો, લખી દઈએ.'
આવો છે સ્વામીશ્રીનો બાળકો માટેનો પ્રેમ.
Vachanamrut Gems
Gadhadã II-13:
The Obstacle-free Path
"… Hence, there is no other obstacle-free path like that of having the firm refuge of God."
[Gadhadã II-13]