પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 30-6-2010, દિલ્હી
‘સદ્વિચાર પરિવાર’ નામની જાણીતી સામાજિક સંસ્થાના પ્રમુખ હરિભાઈ પંચાલનો ફેક્સ આવ્યો હતો. એમાં તેઓએ વિનંતી કરતાં લખ્યું હતું કે ‘ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે ને પાક બળે એવી પરિસ્થિતિ થઈ છે, તો આપ તમામ અક્ષરપુરુષોત્તમ મંદિરોમાં પ્રાર્થના ને ધૂન થાય એવું કાંઈક કરો.’ અલબત્ત, સ્વામીશ્રી પણ પ્રાતઃપૂજામાં વરસાદ માટે ધૂન કરાવતા જ હતા, પરંતુ આ ફેક્સ વાંચીને સ્વામીશ્રીએ તરત તેનો અમલ કર્યો અને પોતે બધાં મંદિરોમાં સંધ્યા આરતી વખતે ધૂન કરવા આદેશ આપી દીધો. આ રીતે કોઈના પણ સારા સૂચનનો સ્વામીશ્રી તાત્કાલિક અમલ કરીને નિષ્ઠાપૂર્વક તેમાં જોડાઈ જાય છે.
Vachanamrut Gems
Gadhadã II-46:
Result of aversion to God or His Sant...
“… However, one who bears an aversion towards God or His Sant will certainly not attain the abode of God…”
[Gadhadã II-46]