પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 30-10-2016, ગોંડલ
આજે સ્વામીશ્રીએ સ્નાન કરીને આવ્યા બાદ તરત ઇચ્છા વ્યક્ત કરી કે ‘સમગ્ર સત્સંગ જોગ એક પત્ર લખવો છે અને સમગ્ર સત્સંગમાં પ્રવર્તન કરવું છે.’
તે સાંભળી સેવકોએ વિનંતી કરી કે ‘સાંજે જાગીએ ત્યારે લખીએ તો ?’
‘ના, અત્યારે જ લખીએ.’ એમ કહેતાં તરત જ પત્ર લખવા બેસી ગયા. તેઓના કણકણમાં જે વહેતું હતું તે કલમ દ્વારા કાગળ પર વહેતું થયું.
નૂતન વર્ષની એ ઐતિહાસિક પત્રપ્રસાદી આ રહી !
સ્વામી-શ્રીજી
પ.પૂ. પ્રમુખસ્વામી
સાક્ષાત્ સ્થાન
ગોંડલ અક્ષરદેરી
30.10.16
રવિવાર
સર્વે સંતો, સર્વે કાર્યકરો
સર્વે હરિભક્તો અને સર્વે
આબાલવૃદ્ધ સર્વે પ્રતિ,
દિવાળી અને નવા વર્ષની ભેટ સામગ્રી
સાધુ કેશવજીવનદાસના ઘણા જ હેતપૂર્વ જયશ્રી સ્વામિનારાયણ.
આપ બધા સંતો કાર્યકરો અથાગ પરિશ્રમ કરીને સત્સંગ વધારી રહ્યા છો તે શંકા વિનાની વાત છે. તમો બધાને ધન્ય છે.
હવે વિશેષ સત્સંગ કરાવવાની અને પોતાને સ્વયમ્ને સત્સંગ થવા માટે સંપની ખૂબ જરૂર છે. તેમાં એક વાત સમજવાની છે કે સંપ માટે આપણે શું કરી શકીએ તે મહત્ત્વનું છે. સામે પાસે બિલકુલ આશા ન રાખીએ, હોય તો ઠીક છે પણ આપણે જ સંપ રાખવાનું છે. કેવી રીતે વિચારીએ તો સંપ વધે ? શું બોલીયે તો સંપ વધે. અને સંપ ન હોય તેમાં અરુચિ ધરાવીએ. પ્રમુખસ્વામી મહારાજે તો કેટલા હદે સુધી વાત કરી, કે ઝેર ખાઈને સંપ રાખવો પડશે. યોગીબાપાએ ભયંકર નાણાં ભીડ વખતે કહ્યું કે અમારે પૈસા નથી જોઈતા પણ સંપ જોઈએ.
આ મહાપુરુષે જીવી બતાવ્યું છે. શ્રીજીમહારાજે કહ્યું છે કે ભક્તનો સુહૃદ થયો તે અમારો પ્રાણ થયો. આના માટે ધર્મનિયમ મુખ્ય છે. ધર્મનિયમ ન હોય તો ચોક્કસ સંપ તૂટે. ડખાડખ થાય, સુખ ન રહે. હોય તો કોઈને કાંઈ કહેવાનું ન રહે. સંપ ખૂબ વધે. તો શિથિલ હોય તો નિયમ પાલનમાં બીજાને સહાય કરવી મદદ કરવી પણ અવગુણ તો ન જ લેવો. આ બે, સંપ અને નિયમ ધર્મ રાખવા, તો શ્રીજી સ્વામી અને આપણા ગુણાતીત ગુરુઓ અત્યંત રાજી થશે.
જય શ્રી સ્વામિનારાયણ.
Vachanamrut Gems
Sãrangpur-9:
Thinking of the Atma and God's Greatness
"… Hence, if a person in whom rajogun and tamogun are prevalent attempts to concentrate and meditate on God, he will not be able to do so. In such situations, he should utilise the strength of ãtmã-realisation and God's greatness. He should realise, 'I am the ãtmã. Since I am gunãtit, there can be no mãyik influence within me.' Furthermore, he should realise God's greatness in the following way: 'Ajãmel was a terrible sinner and yet, because of his son, he uttered the name of Nãrãyan. As a result, he was freed from all his sins and attained the highest state of enlightenment. I have attained that God in His manifest form, and I chant His holy name day and night. Therefore, I am fulfilled.' Thinking in such a manner, one should always remain joyful."
[Sãrangpur-9]