પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૭૦
મોમ્બાસા, તા. ૧૯-૪-'૭૦
પટેલ સમાજ
અહીં સાંજની સત્સંગસભામાં બધા વક્તાઓનાં પ્રવચનો પછી સ્વામીશ્રીને છેલ્લે આશીર્વાદ આપવાના હોય. બધી સભા એમનાં આશીર્વચનો સાંભળવા ઉત્સુક હોય, સ્વામીશ્રીની પરાવાણી ભક્તોના શ્રેય અને પ્રેય બંનેને પોષે એવી હોય. પણ આગળના વક્તાઓએ ઘણો સમય લીધો હોય, આરતીનો સમય થઈ ગયો હોય, એટલે તે સમય સાચવવા સ્વામીશ્રી પોતાનું સંબોધન ટૂંકમાં પતાવે અને આરતીનો મહિમા ગાતાં કહે, 'હાલો, આરતીમાં. અનંતકોટિ મુક્તોની સાથે મહારાજ પધાર્યા છે. ઠાકોરજી વાટ જુએ છે કે આરતી કરવા આવો.'
સમય સમયની ભક્તિના સ્વામીશ્રી ભારે પ્રવર્તક હતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-33:
Shriji Maharaj's Propagation of Non-Lust
“Furthermore, in all of the discourses that I deliver, I always strongly propagate observance of the vow of non-lust…”
[Gadhadã II-33]