પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૭૪
મુંબઈ, તા. ૧૪-૧૦-૧૯૬૯
બપોરે ચાર વાગે બહારના ઓરડામાં પધાર્યા. એવામાં યાત્રા ટ્રેનમાં ગયેલા સંતો ચતુર્ભુજ સ્વામી વગેરે આવી પહોંચ્યા. યોગીજી મહારાજ એમને હેતથી મળ્યા, ખબર-અંતર પૂછ્યા. સ્થાનિક સંતોને કહે, 'ઠંડા પાણી પાવ, લીંબુના શરબત પાવ, એમની સરભરા કરવી પડેને, જાત્રાવાસી છે. એમને નાસ્તો કરાવો.' સ્વામીશ્રીએ પ્રેમથી આવકાર્યા.
સાંજે વડતાલના સંત હરિજીવનદાસજી જેઓ શાસ્ત્રીજી મહારાજના ગુરુભાઈ થાય ને વડતાલમાં એમના મંડળમાં જ હતા, તેઓ આવ્યા હતા. સ્વામીશ્રી રાજી થયા. 'શાસ્ત્રીજી મહારાજના પ્રસાદીના-સાઠીના મંડળના...' એમણે બધી વાત કરી. 'ગોદડી ને પુસ્તક આપ્યાં હતાં.' (શાસ્ત્રીજી મહારાજનાં પ્રસાદીનાં) એમને સાંતાક્રુઝ ઍરપોર્ટ જવાનું હતું. એટલે સ્વામીશ્રી કહે, 'એમને જમાડો ને પછી મોટરમાં મોકલો. આ તો આપણા કહેવાય. મોટર આપવી પડે...'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-48:
Becoming Fulfilled
“… In fact, one who is able to contemplate upon God’s form has become fulfilled and has nothing more left to do.”
[Gadhadã II-48]