પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 30-10-2016, ગોંડલ
આજે દિવાળીના શુભ પર્વે પ્રાતઃપૂજા બાદ આશીર્વચન આપતાં સ્વામીશ્રી બોલ્યા :
‘બ્રહ્માનંદ સ્વામીએ ગાયું : ‘રાજ મારે દિન દિન દિવાળી રે...’ જેને નિષ્ઠા થઈ તેને રોજ દિવાળી છે. નિષ્ઠા ન થાય તો દિવાળીના દિવસે હોળી થાય.
શાસ્ત્રીજી મહારાજે બહુ કૃપા કરી કે આપણને નિષ્ઠા કરાવી. શાસ્ત્રીજી મહારાજ પ્રગટ ન થયા હોત તો આપણે ક્યાંય ગોથાં ખાતાં હોત ! બીજાં સાધન નિષ્ઠાને ન પહોંચી વળે. નિષ્ઠા હોય તો ભયો ભયો. કાંઈ બાકી રહ્યું નહીં.
મહારાજ કહે : ‘નિષ્ઠાવાળા સાથે મને ફાવે.’ નિષ્ઠા ‘એકડો’ છે, બીજાં ‘મીંડાં’. લાખ મીંડાંનો સરવાળો ‘મીંડું’ જ થાય. નિષ્ઠા વરરાજા છે. છપૈયા જતાં યોગીબાપાના ડબ્બામાં મુસલમાન જાન ચઢતી’તી. વરરાજો નાનો હતો. તેને ચઢવું નહોતું. તો બીજા પરાણે તેને ડબ્બામાં નાખતા’તા. વરરાજો કહે : ‘नहीं जाना... नहीं जाना...’ પેલા સમજાવે : ‘તારા વગર કરશું શું ?’ નિષ્ઠા વરરાજાને ઠેકાણે છે. તેના વિના નકામું ! શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજે ચારે બાજુ નિષ્ઠા, નિષ્ઠા, નિષ્ઠા પ્રવર્તાવી દીધી છે. માટે આપણે સુખિયા છીએ. આપણી ગમે તેવી સ્થિતિ હોય પણ નિષ્ઠા હોય તો ‘આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી, માનો એ જ ભૂલ્ય...’ માટે બળમાં રહેવું, આ વાત થાય એટલે અંદર દીવો પ્રગટે. આ પાંચ દિવસ દીવા કરીએ એટલે બીજા દિવસો કરતાં જુદા પડે, પણ અંદર દીવો થાય તો... ! તો અભાવ-અવગુણ એ નીકળે તો પ્રકાશ જ છે.”
આમ, પોતાના પ્રેરક આશીર્વાદથી સ્વામીશ્રીએ સૌના દિલમાં દીવા પ્રગટાવી દીધા.
Vachanamrut Gems
Sãrangpur-10:
Eradicating Accumulated Tãmasik Karmas
"If a person is unable to attain such an understanding, then he should maintain profound association with such a Sant. If that Sant were to daily beat him five times with a pair of shoes, he should still tolerate such insults, but just as an opium addict cannot abandon his addiction, in no way should he abandon his association with the Sant…"
[Sãrangpur-10]