પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 29-6-2010, દિલ્હી
એક મુમુક્ષુને હિતવચનો કહેતાં સ્વામીશ્રી કહે : “આપણે સત્સંગ વધારવાનો છે. હરિભક્તોને મનમેળ કરાવવાનો છે. જો આપણામાં મનમેળ ન હોય તો એમનામાં ન થાય. આપણે એવી રીતે વર્તીએ કે હરિભક્તોને પણ ગુણ આવે. શ્રીજીમહારાજે કહ્યું છે કે દાસના દાસ થઈ જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં... આપણે હોદ્દા માટે કાંઈ કરવાનું નથી. આજ્ઞા પ્રમાણે કરવાનું છે. બ્રહ્માનંદ સ્વામીએ વરતાલનું મંદિર બાંધ્યું ને ત્યાંથી ઉઠાવ્યા, પણ મનમાં કાંઈ થયું નહીં, એમ સરળ થવાનું છે. સત્પુરુષની અને ગુરુની રુચિ શું છે, એ પ્રમાણે ચાલીએ તો રાજી થાય. બધાએ ભેગા બેસવું, સાથે જમવું. બધા સારા છે. માટે એકબીજાના અભાવની વાતો ન કરવી. ‘આપણે જ સમજીએ છીએ અને બીજા સમજતા નથી’ એમ ન સમજવું. શાસ્ત્રીજી મહારાજે અને યોગીજી મહારાજે બીજાનું સહન કરીને જ કામ કર્યું છે. એમ આપણે પણ સત્સંગ વધારવો છે, ઘટાડવો નથી. મન-ધાર્યું ન થાય તો પણ રાજી રહેવું.”
તેઓ કહે : ‘રાજી રહેજો.’
સ્વામીશ્રી કહે : ‘રાજી જ છીએ. સંપીને, સાથે હળીમળીને રહો ને કામ કરો.’
Vachanamrut Gems
Difference between a Wise Person and a Fool
“Moreover, if a wise person is scolded by someone, he would in turn consider the scolder’s virtues; on the other hand, if someone offers some useful advice to a fool, the fool would be offended…”