પ્રેરણા પરિમલ
આધ્યાતિમક પ્રશ્નોત્તરી - ૨
તા. ૨-૬-૧૯૭૦ના રોજ લંડનમાં યોગીજી મહારાજના દર્શન મુલાકાતે 'ન્યુઝ એજન્સી'ના રીપોર્ટર ડેવીસ આવેલા. એમણે સ્વામીશ્રી સમક્ષ આધ્યાત્મિક પ્રશ્નોત્તરી કરી હતી. તેનાં કેટલાક અંશો :
ડેવીસ - 'સ્ત્રીને ન જોવી, તેની સાથે વાત ન કરવી, માંસ ન ખાવું, એ બધાં નિયમો આ દેશમાં ને આફ્રિકામાં પાળવા ઘણાં કઠણ છે, તો તેમાં તમારું શું કહેવું છે ?'
સ્વામીશ્રી - 'અમારા ભગવાન સહજાનંદ સ્વામીએ કડક નિયમ આપેલા છે, તેમના આશીર્વાદથી બધા નિયમો પાળી શકાય છે...'
ડેવીસ - 'સામાન્ય લોકો પર આપનો શું પ્રભાવ છે ? સર્વ જીવોનાં અંતર્યામી આપ કેવી રીતે છો ?
સ્વામીશ્રી - 'એવું ઐશ્વર્ય શ્રીજીમહારાજે ભગતજી મહારાજને તથા અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજને આપેલું હતું. ત્યાર પછી સર્વ જનને રાજી કરવા, કથાવાર્તા કરવાનું ઐશ્વર્ય આપ્યું.'
'પોતાના ગુરુ અંતર્યામી હતા. પોતે તો એમનાં દાસ છે' - એ ભાવમાં સ્વામીશ્રીએ ઉત્તર આપ્યો.
Vachanamrut Gems
Gadhadã II-10:
Attributes of Bhakti
"… Therefore, to realise such redemptive virtues in God and to seek His firm refuge is known as bhakti."
[Gadhadã II-10]