પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-10-2016, જામનગર
આજની સાયંસભામાં સ્વામીશ્રીએ સત્સંગનું જ્ઞાન ન હોય તો કેવી કફોડી હાલત થાય છે તેનું નિદર્શન કરતો સંવાદ ‘सत्संग का सूरज’ નિહાળ્યો. ત્યારબાદ આશીર્વાદ આપતાં તેઓએ જણાવ્યું :
“કેટલી ગરબડ-સડબડ છે ! આપણને ન આવડવાનું હોય તો છાના રહેવું. આ સત્સંગ એટલો નિર્દોષ છે, પવિત્ર છે. આખી દુનિયામાં સત્સંગ જેટલી શ્રેષ્ઠ વસ્તુ નથી. જ્યાં જ્ઞાન અપાય ને વિદ્યાર્થી ગ્રહણ કરે તે કૉલેજ. સત્સંગ શિક્ષણ પરીક્ષામાં શિથિલતા, આળસ-પ્રમાદ રહે છે તે કાઢવાની વાત છે. અને સત્સંગ શિક્ષણ પરીક્ષા શું છે ? 15 દિવસ વાંચે તો આવડી જાય, પણ નોકરીમાં-વહેવારમાં આ જ્ઞાન કાંઈ કામ નથી લાગતું, માટે તૈયાર નથી કરતા. પણ શ્રીજીમહારાજ રાજી થાય છે.
કેવા પ્રસંગો છે આ પુસ્તકોમાં ! એક પ્રસંગ વાંચીએ તો કાંટો ચઢી જાય. શ્રીજીમહારાજ કહે છે : ‘અણુ જેટલું સત્સંગને અર્થે કરે તેને ભગવાન ભૂલતા નથી ને મેરુ જેટલું માને છે !’ આવું ક્યાં મળે ? માટે એક જ જન્મે ફેંસલો (થઈ જવાનો છે.) આ પાકી વસ્તુ છે, પાકે પાયે છે. માટે એમાં શ્રદ્ધા રાખવી.
ભગવાન ને સંતમાં વિશ્વાસ કેમ ન આવે ? લોકો કનક-કામિની ને કીર્તિ માટે જૂઠું બોલે છે, પણ ભગવાન ને સંતમાં આ ત્રણ છે જ નહીં. માટે વિશ્વાસ રાખે તો બધું કામ થાય. બ્રહ્મરૂપ થઈએ તે પહેલાં શું કરવાનું ? વિશ્વાસ. થોડા પુણ્યે સત્સંગ ન મળે. થોડા પુણ્ય ખૂટતાં હોય તોય ન મળે. બધું જ કર્યું છે. આ એક એકાંતિક ધર્મની વાત બાકી છે. માટે વિશ્વાસ રાખીને ધર્મે સહિત સેવા-ભક્તિ કરવાની. તો કામ થઈ જાય.”
Vachanamrut Gems
Sãrangpur-10:
Never Abandoning Association With the Sant
"If a person is unable to attain such an understanding, then he should maintain profound association with such a Sant. If that Sant were to daily beat him five times with a pair of shoes, he should still tolerate such insults, but just as an opium addict cannot abandon his addiction, in no way should he abandon his association with the Sant…"
[Sãrangpur-10]