પ્રેરણા પરિમલ
સંસ્કૃતિના પ્રહરી
(લેસ્ટર, તા. ૨૨-૬-૨૦૦૦)
વિદેશમાં વસતા વાલીઓને સૌથી વધુ પ્રશ્નો જો કોઈના તરફથી આવતા હોય તો તે હશે તેમનાં પોતાનાં જ સંતાનો તરફથી અહીંના વિલાસમાં અટવાઈને કુછંદે ચડી ગયેલાં પુત્ર-પુત્રીઓ વડીલોને ગાંઠે તેવાં રહ્યાં નથી.
આવા જ એક પુત્રને લઈને એક ભાઈ આવ્યા. તે અને તેમનો પુત્ર બંને વાત કરતાં ખચકાઈ રહ્યા હતા. થોડીવાર મૌન છવાઈ રહ્યું એટલે એક સંતે વાત ઉપાડી કે 'આ છોકરો એક ઇતરધર્મી વિદેશી યુવતી સાથે લગ્ન કરવા માંગે છે. તેની સાથે ત્રણ વર્ષથી ફરે છે.' આ સાંભળી સ્વામીશ્રીએ તેના પિતાને પૂછ્યું : 'ત્રણ વર્ષથી ફરતો'તો તોય તમને ખબર નહોતી ?'
'થોડા સમય પહેલાં જ ખબર પડી.' પુત્રનાં કરતૂતોથી બે-ખબર પિતાએ કહ્યું. સ્વામીશ્રીએ વાતચીતમાં જાણ્યું કે આ સંબંધમાં બંને પક્ષનાં માતા-પિતા રાજી નથી. તેથી સ્વામીશ્રી તે યુવાનને સમજાવતાં કહેવા લાગ્યા : 'જો, આ સંબંધમાં કોઈની મરજી નથી અને તું કરીશ તો મુશ્કેલી આવશે. તે કોમ તો ઝનૂની કહેવાય. પછી ગમે તે આડું-અવળું થાય. છોકરીને પણ કંઈક કરી નાંખે. માટે તું વિચાર કર.' પરપોટા જેવા પ્રેમમાં પાગલ યુવાનને સ્વામીશ્રી વાસ્તવિકતાનું ભાન કરાવી રહ્યા હતા. પણ તે યુવાન મૂઢની જેમ સાંભળી રહ્યો હોય તેમ લાગ્યું. તેથી સ્વામીશ્રીએ તેનો મત જાણવા પૂછ્યું કે 'શું વિચાર છે તારો?'
'એવું થઈ ગયું છે કે છૂટે તેવું નથી.'
યુવાને નાદારી નોંધાવી. છતાં સ્વામીશ્રી થાક્યા નહીં. ફરીવાર શ્રદ્ધાપૂર્વક સમજાવતાં કહેવા લાગ્યા : 'પ્રયત્ન કર તો છૂટી જશે. જીવમાંથી કાઢી નાંખ.' પરંતુ તે યુવક તો સાવ તળિયે જ બેસી ગયો હતો. છેવટે સ્વામીશ્રીને લાગ્યું કે તાણતાં તૂટી જશે એટલે એને નૈતિક મૂલ્યોને દૃઢતાથી વળગી રહેવા જણાવીને કહ્યું : 'પ્રયત્ન કરજે. ને ન છૂટે તો પણ વેજિટેરીયન રહેજે. સંબંધ થાય તો પણ દારૂ ન પીતો. માસાંહારથી દૂર રહેજે. તે તેની રીતે ભલે રહે પણ તું આપણા સંસ્કાર રાખજે. આપણી સંસ્કૃતિ પ્રમાણે રહેવાનું નક્કી કરી જે કરવું હોય તે કરવું.'
સંસ્કૃતિનાં મૂલ્યોના ભોગે સંબંધ નહીં કરવાની શીખ સ્વામીશ્રીએ આપી. ધર્મ અને સંસ્કૃતિનાં જાગ્રત પ્રહરી સ્વામીશ્રી અહીં અનેક યુવાનોમાં રસ અને શ્રમ લઈ આવી રીતે હિંદુત્વ અને ભારતીયતાનું સિંચન કરી રહ્યા છે.
Vachanamrut Gems
Loyã-6:
Reinforcing the Conviction of God
"Thoughts regarding one's conviction of God should never be altered. In fact, it would be beneficial if they are repeatedly reinforced by listening to the greatness of God. Repeatedly altering them, however, would be detrimental…"
[Loyã-6]