પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૭૨
મુંબઈ, તા. ૧૨-૧૦-૧૯૬૯
ચાર વાગે આરામમાંથી ઊઠ્યા. સ્વપ્નદર્શનની વાત કરતાં યોગીજી મહારાજ કહે, 'આજે ગોંડળમાં ગૌશાળા પાસે છાણ પડેલું. વાસીદું કોઈએ કરેલું નહિ, દાજીબાપુને પૂછ્યું તો કહે સાથી નથી. પછી મેં અને નાના જેન્તીએ વાસીદું કરવા માંડ્યું. તે બે ગાડા છાણ કાઢ્યું ને ચોખ્ખું ચાંદી જેવું કરી નાખ્યું. ને ઘઉંનું કુંવળ હોય તે બધે પાથરી દીધું, ઢોરને બેસવા માટે. ત્યાં હરિભક્તો આવ્યા ને ચોખ્ખું જોયું. બધા કહે, 'કોણે કર્યું ?' તો કહ્યું, 'દેવતાઓ કરી ગયા !'
સ્વપ્નાની વાતના અનુસંધાનમાં કોઈએ પૂછ્યું, 'બાપા ! આપે વાસીદું વાળ્યું હતું ?'
'હા, પચાસ વર્ષ પહેલાં જૂનાગઢમાં અમે વાસીદું વાળતા, ગોંડલમાં તો વાસણ ઊટકતા. હું ને ધર્મસ્વરૂપ ડોસા હતા તે બંને રોજ બપોરે, બધા સૂઈ જાય ત્યારે વાસણ ઊટકીએ. બે ગાડાં ભરાય એટલાં વાસણ હોય. પછી કોઈ પૂછે તો કહીએ, 'દેવતાઓ ઊટકી ગયા. અમને ખબર નથી.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-21:
A True Friend
“Why do I say this? Because as you have all become My disciples, I should tell you that which is beneficial to you. After all, a true friend is he who tells us that which is of benefit to us, even if it may appear to hurt. Please realise this as the characteristic of a true friend.”
[Gadhadã III-21 ]