પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-10-2016, જામનગર
આજની સાયંસભામાં માનનું નિદર્શન કરતો સંવાદ સ્વામીશ્રીએ નિહાળ્યો. તેના આધારે આશીર્વાદ આપતાં તેઓ બોલ્યા હતા કે -
“માન (કાઢવા) ઉપર મહારાજે ઘણી વાત કરી છે. કાઢી જ નાખવા જેવું છે. આ માન બધું બગાડે. માન મળ્યું એટલે ક્લેશ-કંકાસ આવે જ. ડખો થાય. ઝપાઝપી થાય. અને જેટલું માન ટળે એટલો ફાયદો થાય.
માન હોય એટલે મહિમા સમજાય નહીં. નિર્દોષબુદ્ધિ આવે નહીં. પ્રગતિ થાય નહીં. આપણા મનમાં 15 ગુણ હોય, પણ આ એક અવગુણ તો છે જ એવું પણ હોય. એનાથી આપણે આગળ ન વધીએ.
યોગીબાપા કહે : ‘દરેકમાં નિર્દોષબુદ્ધિ એ જ આપણી સેવા છે.’ બધા દિવ્ય છે, એમાં લોચા-લાપસી લાવવું નહીં. બીજામાં ખામી જુઓ તે તમને નડવાની. નિર્દોષ જાણીએ તો આપણી બુદ્ધિ નિર્દોષ થાય. દોષિત જાણીએ તો આપણી બુદ્ધિ દોષિત થાય. હરિભક્તોને જાણો તેવી તમારી બુદ્ધિ થાય.
આમ તો બે પૈસાનું જ કાગળ, પણ સરકારની છાપ પડે ને ચલણી નોટ થઈ જાય; તેમ મહારાજની છાપ પડી - ‘હરિભક્તો કોઈ મનુષ્ય નથી.’ માન ખસે તો બધું કામ થાય. મુક્તાનંદ સ્વામીએ લખ્યું : ‘મોહનવરને માન સંગાથે વેર જો.’ વેર એટલે ચલાવી લેવાની વાત નહીં. મહારાજને લેશ પણ ગમતું નથી. તો પછી રાખવાથી શું ફાયદો ? (તેનાથી) મોક્ષ, એકાંતિક સ્થિતિ બગડે છે.
આ ખાસ યાદ રાખવા જેવી વાત છે. માન ખસે એ ભક્તિ પ્રમાણ. ભગવાનને ગમે. ‘નિર્માનિતા જેવી કોઈ મોટાઈ નથી.’ આપણને લાગે કે નિર્માનિતા જેવી કોઈ છોટાઈ નથી. રાખીએ તો કચડાઈ જઈએ. બીજા કોઈની કૃપાની જરૂર નથી, ભગવાનની કૃપા થાય તો. કૃપા આટલામાં જ છે. પણ માન નડે છે.
(જેમ) દૂધપાકમાં ઝેર ભળે તો ટોપ ટુ બૉટમ બધું ઝેર થઈ જાય. એટલે ટૂંકમાં નિર્માની થવું. એનો અભ્યાસ રાખવો. જેટલું નિર્માનીપણું એટલો ભગવાનનો સંબંધ થાય. બીજી કોઈ રીતે ભગવાન આવે નહીં. જેટલું નિર્માનીપણું હોય એટલા ભગવાન આપણામાં આવે.”
Vachanamrut Gems
Sãrangpur-10:
To Attain Liberation
"Therefore, one who aspires to attain liberation should not follow the path of unrighteousness; instead, one should follow the path of righteousness and keep the company of a true sãdhu. As a result, one would certainly, without a doubt, attain liberation."
[Sãrangpur-10]