પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૬૭
મોમ્બાસા, તા. ૧૬-૪-'૭૦
દેશથી એક હરિભક્ત આજે સ્ટીમરમાં અહીં આવી પહોંચ્યા, સાથે અક્ષરદેરીની પ્રસાદી લાવેલા. એ જોતાં સ્વામીશ્રીએ કહ્યું, 'ગોંડલથી ડબો ભરીને પ્રસાદી આવી છે. અહીંના હરિભક્તોને ગોંડલની પ્રસાદી ક્યાંથી મળે ? ક્યાં ગોંડલ ને ક્યાં મોમ્બાસા ? કસ્ટમવાળાએ પ્રસાદીના ૪૦ શિલિંગ લીધા પણ લાખ શિલિંગની પ્રસાદી છે ! બધાને કણકો કણકો આપો પ્રસાદીથી અંતર ટાઢું થઈ જાય.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-24:
Vairagya without Gnan does not Last
“… In the same manner, vairãgya without gnãn does not last when it encounters the vishays. On the other hand, vairãgya produced from gnãn does not diminish despite encountering the vishays…”
[Gadhadã III-24]