પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-10-2016, જામનગર
આજની સ્વાગત-સભાના આશીર્વાદમાં સંપની શીખ આપતાં સ્વામીશ્રીએ કહ્યું હતું કે “પ્રમુખસ્વામી મહારાજે કાંઈ બાકી રાખ્યું નથી. આપણે તો ખાલી હાર પહેરવાનું બાકી છે. પ્રમુખસ્વામી મહારાજને ગમે છે તે કરવાનું. યોગીબાપા કહેતા : ‘સુહૃદભાવ નહીં હોય તો અક્ષરધામમાં ગરવા નહીં દે.’ સંપની બહુ જરૂર છે. સંપથી આ બધું કાર્ય થયું છે. આપણે પોતે સંપ રાખવાનો. સામેવાળા પાસે અપેક્ષા રાખીએ તેમાં ગડબડ થાય. સામેવાળો જો રાખે તો જ હું રાખું (એવું રાખે તો) પત્તો ન પડે. ક્લેશ-અશાંતિ થાય. પણ ‘સંપ માટે હું શું કરું ?’ એવું વિચારો તો સંપ રહે. પ્રમુખસ્વામી મહારાજે સંપ માટે કહ્યું : ‘ખમવું, ઘસાવું, મનનું મૂકવું અને અનુકૂળ થવું.’ આ જ વાતમાં સંપ માટેનું બધું જ આવી જાય છે. (પણ) આપણે જે મનમાં ધાર્યું હોય તે જ કરીએ; સામેવાળાનું જે થવું હોય તે થાય. આપણામાં સંપ છે પણ યોગીબાપા અને પ્રમુખસ્વામી મહારાજના મનમાં જેવો છે તેવો સંપ કરવાનો છે. આપણામાં ભલે સ્વભાવ હોય, પણ એ ભગવાન અને સંત આપણને છોડવાના નથી, આપણે છોડી દઈએ તો ભલે. આપણે જેટલા અનુકૂળ થઈએ એટલો લાભ છે.”
Vachanamrut Gems
Sãrangpur-8:
Characteristics of Jealousy
Thereupon Chaitanyãnand Swãmi asked, "Mahãrãj, what are the characteristics of jealousy?"
Shriji Mahãrãj replied, "Jealousy develops from the egotism that a person harbours within his heart. In fact, anger, matsar and asuyã also arise out of egotism. But the characteristic of jealousy is that one cannot bear to see even someone greater than oneself being honoured. A person who has such a nature should be known to have jealousy within his heart. Moreover, one who has extreme jealousy cannot bear anyone's greatness."
[Sãrangpur-8]