પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૬૬
મોમ્બાસા, તા. ૧૬-૪-'૭૦
બપોરે ૧૨-૩૦
સવારનો સભાનો કાર્યક્રમ પૂરો કરી સ્વામીશ્રી ઉતારે - શ્રી રવિભાઈ પંડ્યાને બંગલે પધાર્યા. એમના બંગલાના પોર્ચમાં મોટર ઊભી રહી. સ્વામીશ્રી ઊતર્યા અને નારાયણ ભગતના હાથનો ટેકો લેતા, અચાનક એમને પૂછ્યું, 'તમારે શું લેવું છે ? ધાબળી, પેન વગેરે જે લેવું હોય તે મને કહો તો હું લાવી આપું.'
થોડી ક્ષણો થંભીને નારાયણ ભગતે કહ્યું, 'બાપા, કંઈ જોઈતું નથી. પણ આપ જ કહો કે શું લેવા જેવું છે ?'
'ભગવાનની મૂર્તિ,' હાથના એક હળવા ઝાટકા સાથે, હસતા વદને, સહસા એક વેપારીની અદાથી સ્વામીશ્રી બોલી ઊઠ્યા. વેપારીને પોતાનો જ માલ સારામાં સારો લાગે અને એ ખપાવવાનો એને જેટલો ઉત્સાહ હોય એના કરતાં પણ કોઈ અજબ ઉમંગથી સ્વામીશ્રી બોલ્યા. અને એ માલના પોતે જ એક માત્ર મુખ્ય વિક્રેતા (Sole Agent) હતા. કારણ દુનિયાની બજારમાં પણ એ શોધ્યો જડે એમ નહોતો. મોનોપોલી બિઝનેસમેનની જેમ પોતાના માલનો પ્રચાર કરવાનો સ્વામીશ્રીનો કેફ કાંઈ જુદો જ જણાતો હતો. આવા પ્રસંગે સહેજે જ જણાઈ આવતું કે આ પુરુષને મહારાજની મૂર્તિ વિના કશામાંય રસ નથી. અને પોતાના આશ્રિતને પણ એ જ આપવાનું તાન છે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-60:
Standing in the Defence of a Harassed Devotee
“The scriptures state that if a devotee of God is being killed or harassed by someone, then he who stands in defence of that devotee of God – and in doing so dies or becomes wounded himself – is totally freed from the five grave sins…”
[Gadhadã II-60]