પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-10-2016, જામનગર
આજે સ્વાગતસભા માટે સ્વામીશ્રી સભામંડપમાં પધારી ગયા હતા, પણ તેઓનો મંચપ્રવેશ ‘સત્પુરુષ’ વિષયક સંવાદ ભજવાય તે વખતે હતો. તેથી તેઓ પ્રતીક્ષા કક્ષમાં સોફા પર વિરાજ્યા. તે કારણે ત્યાં સેવામાં જોડાયેલા કાર્યકરોને તો લાભની લૉટરી લાગી ગઈ. સમીપથી મળી રહેલો અણચિંતવ્યાં દર્શનનો આ લાભ તેઓને કલ્પના જેવો લાગતો હતો.
સ્વામીશ્રી પણ આ કાર્યકરો સાથે વાર્તાલાપે વળગ્યા. તેમાં વિજયભાઈ નાનાણી નામના કાર્યકરને જોઈને બોલ્યા : ‘100 બાળકો...’
તેઓના આ ઉદ્ગારોનો મર્મ કોઈને સમજાયો નહીં. તેથી વિજયભાઈને જ તે બાબતે પૂછ્યું, ત્યારે તેઓએ જણાવ્યું કે ‘સન 1985ની સાલમાં નેનપુર મુકામે શિબિર થઈ હતી ત્યારે હું 16-17 વર્ષનો હતો. તે વખતે બાળમંડળના સંદર્ભમાં મેં સ્વામીશ્રીને કહેલું કે ‘મારે બાળસભામાં 100 બાળકો થાય એવા આશીર્વાદ આપો.’
આજે 31 વર્ષ પછી આ વાત તે કાર્યકરને જોતાં જ સ્વામીશ્રીએ કરી હતી ! તે સાંભળી સૌ સ્વામીશ્રીની સતેજ યાદશક્તિમાં ખોવાઈ ગયા.
Vachanamrut Gems
Sãrangpur-9:
Not Deviating From One's Dharma
"… So, even in the most difficult circumstances, or even if I were to issue a command, you should not deviate from your dharma…"
[Sãrangpur-9]