પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-6-2017, લંડનથી એટલાન્ટા પ્લેનમાં જતાં
સમયની અનુકૂળતા પારખીને ગુણકીર્તનદાસ સ્વામી તથા રોશને સ્વામીશ્રી સાથે પ્રશ્નોત્તરી ચાલુ કરી.
ગુણકીર્તનદાસ સ્વામી : ‘આપ પૂજા બાદ ધર્મામૃત વાંચો એની પહેલાં અને પછી મુખપૃષ્ઠ પર શ્રીજીમહારાજની અને શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ છે, તેનાં ખૂબ ભાવથી દર્શન કરો છો. તે વખતે આપ શું વિચારો છો ?’
સ્વામીશ્રી : ‘દયાળુ, કેટલી મોટી દયા કરી આપણા ઉપર, કેટલી કૃપા કરી !’
રોશન : ‘આપ આણંદ સ્ટેશને જઈને યોગીબાપાને મળ્યા હતા, તે પ્રસંગને સંભાર્યા કરતા, તેમ અમે કેવી રીતે સ્મૃતિ કરીએ તો મૂર્તિ અને પ્રસંગ બંને યાદ રહે ?’
સ્વામીશ્રી : ‘સ્ટ્રાઇકિંગ(સ્પર્શેલો) પ્રસંગ હોય તેને યાદ કરવો.’
ગુણકીર્તનદાસ સ્વામી : ‘ઘણાં બધાં દર્શન થાય ને બધું લખવા જઈએ તો અગત્યની વસ્તુ રહી જાય છે.’
સ્વામીશ્રી : ‘પછી વંચાય પણ નહીં, એટલે જે સ્ટ્રાઇકિંગ પ્રસંગ થયા હોય તેને લખવા અને યાદ કરવા. અઠવાડિયામાં એક થાય તોપણ વાંધો નહીં - એ લખવા.’
રોશન : ‘શું કરવાથી સારી સ્મૃતિ કરી શકાય ? યાદ રહે તેવી સ્મૃતિ... પ્રાર્થનાથી ? મહિમાના વિચારથી ?’
સ્વામીશ્રી : ‘બેઉ કરવા. પ્રાર્થના કરવી અને મહિમા વિચારવો.’
સ્વામીશ્રી સ્મૃતિઓ આપે પણ છે અને એ સ્મૃતિ અંતરમાં કાયમી જડી દેવાની રીત પણ શીખવે છે.
Vachanamrut Gems
Gadhadã III-37:
Thoroughly Knowing the Bliss of God
“Correspondingly, once a person has thoroughly known in his own mind the bliss of God and the bliss of worshipping God, then even if he can no longer remain within the fellowship and has to leave, he will endure happiness and misery according to his prãrabdha while remembering that bliss; he will not forget it. But what is there to recall for someone who has not known that bliss of God and who has not experienced it? Nothing. Such a person, in fact, is like an animal.”
[Gadhadã III-37]