પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-10-2016, જૂનાગઢ
આજે રાત્રિભોજન ગ્રહણ કરીને સ્વામીશ્રી ‘રુચિ ક્વિઝ’ના એક વિશિષ્ટ કાર્યક્રમ માટે પધાર્યા હતા. તેમાં તેઓને પુછાયેલા પ્રશ્નોમાંથી તેઓની સ્વાભાવિક રુચિ-
અભિપ્રાયો નીચે મુજબ તરી આવેલા.
(1) આપને કયા પુષ્પનો હાર બનાવવાનું ગમે ?
ઉત્તર : મોગરાનાં પુષ્પ.
(2) આપને કઈ વાનગી પીરસવાની ગમે ?
ઉત્તર : પૂરણપોળી.
(3) આપને શ્રીજીમહારાજના કયા કાર્ય ઉપર વિશેષ મનન કરવાનું ગમે ?
ઉત્તર : વનવિચરણ.
(4) કયા પરમહંસના જીવન ઉપર આપને પારાયણ કરવું ગમે ?
ઉત્તર : મુક્તાનંદ સ્વામી.
‘કેમ ?’
‘સાધુતા.’ સ્વામીશ્રીએ તરત જ કહ્યું.
(5) ગુણાતીતાનંદ સ્વામીના જીવનનું કયું કાર્ય અથવા કયો ગુણ આપને સ્પર્શે છે ?
ઉત્તર : તેઓની હરિભક્તો સાથે આત્મીયતા.
(6) શાસ્ત્રીજી મહારાજના કયા કાર્ય ઉપર આપને વિશેષ મનન કરવાનું ગમે છે ?
ઉત્તર : યોગીજી મહારાજ, પ્રમુખસ્વામી મહારાજની ભેટ આપી.
(7) યોગીજી મહારાજના જીવનમાંથી આપને કયો ગુણ સૌથી વધારે સ્પર્શી ગયો હતો ?
ઉત્તર : સહનશક્તિ.
(8) યોગીજી મહારાજના કયા પ્રસંગનું આપને વિશેષ મનન કરવાનું ગમે છે ?
ઉત્તર : ગંજીપો રમનારામાંથી ગુણ લીધો તે.
‘કેમ ?’
‘ગુણ લેવાનો કોઈ અવકાશ જ નહોતો ને ગુણ લીધો !’
(9) આપ અને પ્રમુખસ્વામી મહારાજ આમ તો એક જ છો, પણ લૌકિક રીતે આપનો અને પ્રમુખસ્વામી મહારાજ વચ્ચેનો સંબંધ કેવો છે ?
ઉત્તર : ભક્ત અને ભગવાન.
(10) સત્પુરુષનો કયો લાભ લેવાનું આપ પસંદ કરો ?
ઉત્તર : વાતું સાંભળવી તે.
‘કઈ વાતું ?’
‘દિવ્યભાવ, સુહૃદભાવ અને અભાવ-અવગુણ
ન લેવો તે.’
(11) આપને પ્રમુખસ્વામી મહારાજનો કયો ગુણ વિશેષપણે ગમે ?
ઉત્તર : નિર્માનીપણું.
(12) આપને કઈ સેવા કરવી વિશેષ ગમે ?
ઉત્તર : વાસણ ઊટકવાં.
(13) કયો વિચાર આપને વધુ કરવો ગમે ?
ઉત્તર : રાજીપાનો.
‘કેમ ?’
‘શ્રીજીમહારાજે મધ્ય પ્રકરણના 28મા વચનામૃતમાં કહ્યું છે કે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત એ છે કે ભગવાનનો રાજીપો થાય તેમ કરવું. એમાં બધું જ આવી જાય છે.’
(14) કોને પ્રસાદી આપવાનું આપને તરત મન થાય ?
ઉત્તર : વિશેષ તપ કરે તેને.
(15) સત્સંગની વૃદ્ધિ માટે કયું સાધન વધારે મહત્ત્વનું છે ?
ઉત્તર : વર્તન.
(16) આપને નવરાશના સમયે મનને શેમાં પરોવવું ગમે ?
ઉત્તર : વાંચનમાં.
(17) હરિભક્તો આપની આગળ સાંસારિક પ્રશ્નો લઈને આવે ત્યારે આપને પહેલો વિચાર કયો આવે ?
ઉત્તર : દયાનો.
(18) મંદિરના સરકારી-દરબારી પ્રશ્નો આવે તો આપને સૌ પ્રથમ કયો વિચાર આવે ?
ઉત્તર : પ્રાર્થના અને મહારાજ જે કરે તે સારા માટે.
(19) આપને કઈ ૠતુ વિશેષ અનુકૂળ છે ?
ઉત્તર : બધું જ (અનુકૂળ) છે.
(20) આપનો પ્રિય વિષય કયો ?
ઉત્તર : વિજ્ઞાન.
(21) આપને કયા સ્વભાવ પ્રત્યે અણગમો છે ?
ઉત્તર : માન.
(22) ઠાકોરજીને કયા રંગના વાઘા પહેરાવવાનું આપને મન થાય ?
ઉત્તર : પરપલ (જાંબલી).
(23) આપનું પ્રિય વચનામૃત કયું છે ?
ઉત્તર : છેલ્લાનું (ગઢડા અંત્ય પ્રકરણનું) પાંચમું. યોગીબાપાએ મને કહેલું કે ‘છેલ્લાનું પાંચ તમારા અંગનું છે.’
(24) આપનું પ્રિય કીર્તન કયું છે ?
ઉત્તર : ‘સ્વામીજી તો મહાપ્રતાપી...’
Vachanamrut Gems
Sãrangpur-7:
Where Should One Seek Liberation?
"So, one should seek liberation wherever one sees such a Naimishãranya Kshetra in the form of association with the Sant, and one should remain there with an absolutely resolute mind."
[Sãrangpur-7]