પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૬૪
મોમ્બાસા, તા. ૧૪-૪-'૭૦
લંડનમાં મંદિર માટે ચર્ચની જગ્યા શ્રી જયંતીભાઈ (ચાવાળા) એ જોઈ. ૧૩,૫૦૦ પાઉંડની કિંમત હતી. મંડળે ૯,૫૦૦ પાઉંડની ઓફર મૂકી. એ રાત્રે શ્રી જયંતીભાઈને સ્વામીશ્રીએ સ્વપ્નમાં દર્શન દીધાં અને કહ્યું, 'આ ચર્ચ મંદિર કરવા માટે કાલે નવ હજાર પાઉંડમાં મળશે.' બન્યું પણ એમ જ. ચર્ચની કમિટી, આવેલી ઓફરથીયે નીચેના ભાવે ૯૦૦૦ પાઉંડમાં મિલકત આપવા સંમત થઈ. આ ચમત્કારિક ઘટનાથી લંડનના ભક્તો ખૂબ ઉત્સાહિત થયા. લંડનથી શ્રી મેઘાણીનો પત્ર સ્વામીશ્રી ઉપર આવ્યો. તે સભામાં વંચાયો. 'બાપા, આપ રાતે જયંતીભાઈને ઘેર લંડન આવ્યા ને હૉલ લેવાની વાત કરી તો અમને સીધું કેમ ન કહ્યું ?'
'બાપો તો સૂતો' તો,' સ્વામીશ્રી હસતાં હસતાં બોલી પડ્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-56:
Whose Foundation is Weak?
“If a person does have as much love for other objects as he does for God, then his foundation is indeed very weak…”
[Gadhadã II-56]