પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૬૮
મુંબઈ, તા. ૭-૧૦-૧૯૬૯
આજે વહેલી સવારે ચાર વાગ્યા પછી ઊંઘ આવી. છ વાગ્યા સુધી યોગીજી મહારાજ પોઢી રહ્યા. ઉઠાડવાનો સમય થઈ ગયો હતો. એટલે હું નજીક ગયો. તો નસકોરાં બોલતાં હતાં અને ક્યારેક મોટા ઉચ્છ્વાસ લેતા હતા. એમાં સુવાસ આવતી હતી. આ એક વિશિષ્ટ અનુભવ હતો.
ઉઠાડવા માટે ત્રણ-ચાર સાદ કર્યા, પણ ઊઠ્યા નહિ. પછી સહેજ હાથથી સ્પર્શ કર્યો ને સાદ કર્યો : 'બાપા.' એટલે ઊઠી ગયા ને એકદમ કહે : 'આજે મહુવાનાં દર્શન થયાં. રાજુલાથી મહુવા ગયા. શાસ્ત્રીજી મહારાજ સાથે હતા...' અવારનવાર આવી રીતે સ્વપ્નદર્શનની વાત કરતા. ઘણીવાર ઊંઘ ન આવે તો આખી રાત ભજન કરતા.
સાંજે ઉકાળો લેતી વખતે સ્વામીશ્રીએ નિર્ગુણ સ્વામીને યાદ કર્યા.
'કોઈ એને કેમ સંભારતું નથી ? બહુ પક્ષ રાખ્યો.'
'મુંબઈનો સત્સંગ એમણે વધાર્યો,' મધુએ કહ્યું.
'આખા દેશનો. બધાનાં દુઃખ ટાળે.'
'અમે એમનાં દર્શન કરેલાં.' મધુએ કહ્યું.
'તમે દર્શન કરેલાં ?' સ્વામીશ્રીએ બીજા સંતોને પૂછ્યું.
'ના. અમારે તો આપનામાં બધાં આવી ગયા' સંતોએ કહ્યું.
'હસ્તિ પદં સર્વપદમ્ !' સ્વામીશ્રી કહે.
'આ તો પરદેશી સાધુ છે.' નારાયણ ભગત બોલ્યા.
'અક્ષરધામના !' સ્વામીશ્રી એકદમ બોલી ઊઠ્યા.
'આ લોકમાં કેમ રહી શકતા હશે ?' નારાયણ ભગતે પૂછ્યું.
'પહેલાં હેત કરે, સદ્ભાવ કરે, જ્ઞાન આપે ને પછી મોક્ષ કરે.' એમ પ્રત્યુત્તર આપતાં સ્વામીશ્રીએ સમજાવ્યું કે જીવોના મોક્ષને માટે જ કેવળ કરુણા-હેતુથી રહે છે.
સંતોના આગ્રહથી ને ડૉક્ટરોની સૂચનાથી સ્વામીશ્રી ક્યારેક ક્યારેક પ્રાણાયામ કરતા. મહંત સ્વામી તથા નારાયણ ભગત સ્વામીશ્રીને પ્રાણાયામની રીત બતાવતા.
'બાપા ! મારા એક મિત્ર પૂછતા હતા કે તમારા સ્વામી ધ્યાન કરે છે કે નહિ ?' નારાયણપ્રસાદ સ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યું.
'અખંડ ધ્યાન કરે છે...' સ્વામીશ્રીએ સહજ કહ્યું.
'બાપા ! કામ કરતા હોય ત્યારે ?' નારાયણ ભગતે પૂછ્યું.
હકારમાં મસ્તક હલાવતાં સ્વામીશ્રી કહે કે, 'સ્વામિનારાયણ, સ્વામિનારાયણ કરીએ.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-14:
Right kind of Company
Thereafter Gopalanand Swami asked, “During one's childhood or during one's youth, what type of company should be sought?”
Shriji Maharaj answered, "Both should affectionately keep the company of a person who is senior in age; is firm in dharma, gnan and vairagya, and has deep affection for God."
[Gadhadã III-14]